Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આઇસર - બસ વચ્‍ચે થયેલ અકસ્‍માતના બનાવમાં એસ.ટી. કોર્પોરેશનને ૧૬ લાખનું વળતર ચુકવવા હુકમ

 

રાજકોટ, તા.૧૩: એસ.ટી.બસ - આઇસર વચ્‍ચે થયેલ ગંભીર અકસ્‍માતમાં પોલીસ ફરીયાદ તથા ચાર્જશીટ ઇજા પામનાર અરજદાર વિરૂધ્‍ધ મા હોવા છતા એસ.ટી.બસની બેદરકારી રાજકોટની કોર્ટ ઠરાવી હતી. અને અરજદારને ૧૬ લાખ ચુકવવા એસ.ટી.તંત્રને હુકમ કર્યો હતો.

ગત તા.૨૪-૪-૨૦૧૬ના રોજ સાહીદ અબ્‍દુલભાઇ સુરેલા ગોંડલ રોડ ઉપર આવેલ ક્રિષ્‍ના હોટલની આગળ તુલીપ પાર્ટી પ્‍લોટ પાસે પોતાનું આઇસર ચલાવી જતા હોય ત્‍યારે આગળ જતી એક એસ.ટી.બસના ચાલકે બસને અચાનક બ્રેક મારતા સાહીદભાઇ આઇસર સહીત બસની પાછળ ગંભીર રીતે અથડાયેલ જેથી અકસ્‍માત સર્જાયેલ હતો જેના કારણે આઇસરના ડ્રાઇવર સાહીદભાઇને ગંભીર ઇજાઓ થયેલ હતી.

આ કેસની હકીકતો મુજબ અરજદાર સાહીદભાઇ અબ્‍દુલભાઇ સુરેલા ગોંડલ રોડ ઉપર આવેલ ક્રિષ્‍ના હોટલની આગળ તુલીપ પાર્ટી પ્‍લોટ પાસે પોતાનું આઇસર ચલાવી જતા હોય જયા એક એસ.ટી.બસના ચાલકે બસને અચાનક બ્રેક મારતા સાહીદભાઇ આઇસર સહીત બસની પાછળ ગંભીર રીતે અથડાયેલ જેથી અકસ્‍માત સર્જાયેલ હતો જેના કારણે અરજદારને ગંભીર ઇજાઓ થયેલ હતી ત્‍યારબાદ અરજદાર સાહીદભાઇએ નામદાર એકસીડન્‍ટ કલેઇમ ટ્રીબ્‍યુનલ સમક્ષ પોતાના વકીલશ્રીઓ રાજેશ આર. મહેતા તથા રૂદ્ર એ.ભટ્ટ મારફત અકસ્‍માતનું વળતર મેળવવા અરજી કરેલ હતી.

આ કામમાં અરજદારના વકીલશ્રીઓ દ્વારા અરજદારના પક્ષમાં રજુઆતો કરી અને એસ.ટી. દ્વારા કરવામાં આવેલ દલીલો માન્‍ય રહે નહી તથા માત્ર પોલીસ પેપર્સના આધારે બેદરકારી નક્કી થઇ શકેન હી તેી દલીલો તથા રજુ રાખેલ દસ્‍તાવેજી પુરાવાઓ, તપાસવામાં આવેલ સાક્ષીઓ તથા કોર્ટ સમક્ષ કરવામાં આવેલ દલીલો તથા અરજદાર તરફે રજુ કરવામાં આવેલ ઉચ્‍ચ તથા સર્વોચ્‍ચ ન્‍યાયાલયોના વિવિધ ચુકાદાઓને ધ્‍યાને લઇ નામદાર કોર્ટે અરજદાર પક્ષે તેમના વકીલશ્રીઓ દ્વારા કરવામાં આવેલ દલીલોને ગ્રાહ્ય રાખેલ હતી અને અરજદાર વિરૂધ્‍ધ એફ.આઇ.આર તથા ચાર્જશીટ હોવા છતા અકસ્‍માતમાં ૭૫% (મેજર) જવાબદારી એસ.ટી. બસના ચાલકની ઠરાવેલ હતી અને વળતર તરીકે વ્‍યાજ સહીત રકમ રૂા.૧૬,૦૦,૦૦૦/ થી કરતા પણ વધુ વળતરની રકમ રાજકોટની નામ.કલેઇમ ટ્રીબ્‍યુનલના જજ શ્રી બી.ડી.પટેલ સાહેબની કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હતી. આ અકસ્‍માતના કેસમાં અરજદાર તરફે રાજકોટના સિનિયર એડવોકેટ શ્રી રાજેશ આર.મહેતા તથા રાજકોટના યુવા એડવોકેટ શ્રી રૂદ્ર એ.ભટ્ટ રોકાયેલ હતા.

 

 

 

(3:32 pm IST)