Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ખુની હુમલા કેસમાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૩ : આગલા બનાવનો ખાર રાખી ફરીયાદીને આંતરી લોખંડના સળીયા, પાઇપથી જીવલેણ હુમલો કરી પગમાં ફેકચર કરી મહાવ્‍યથા પહોંચાડવાના ગુનામાં પ્રકાશ ચંદુભાઇ મહીડા તથા રાજુ ઉર્ફે લાલો ચનાભાઇ વધેરાને રાજકોટ એડી. સેસન્‍સ જજે રેગ્‍યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો યુનિવર્સિટી રોડ ઉપર ભગવતસિંહ ગાર્ડન પાસે રહેતા ફરીયાદી ડેનીશ ભરતભાઇ દેસાણી સાથે આરોપીઓને એક વર્ષ પહેલા મારા મારી થયે જે ખાર રાખી  આરોપીઓએ તા.૮-ર-ર૦ર૩ના બપોરના અરસામાં ફરીયાદીની ફોર વ્‍હીલ પસાર થતી હતી તે દરમિયાન પ્રકાશ ચંદુભાઇ મહીડા તથા રાજુ ઉર્ફે લાલો ચનાભાઇ વધેરાનાઓએ લોખંડના સળીયા વડે તથા આરોપી પ્રકાશ મહીડાના ભાઇ  રાહુલે લોખંડના પાઇપ વડે તથા અજાણ્‍યા ઇસમે ઢીકા પાટુ વડે ફરીયાદીના બંન્‍ને પગે તથા જમણા હાથના પંજા ઉપર ગંભીર ઇજાઓ કરી ફેકચર કરી મુંઢ માર મારી પોલીસ કીમશ્નરશ્રીના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી એક બીજાને મદદગારી કરી ગુનો કરી નાસી જવા અન્‍વયે રાજકોટ શહેર ગાંધીગ્રામ - ર (યુનિ.) પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ આપેલ હતી.

ઉપરોકત આરોપીઓ પૈકી પ્રકાશ ચંદુભાઇ મહીડા તથા રાજુ ઉર્ફે લાલો ચનાભાઇ વધેરાનાઓની અટક થતા રેગ્‍યુલર જામીન મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફતે રાજકોટની સેશન્‍સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.

બંન્‍ને પક્ષોની રજુઆતો ત.ક. અધિકારીનું સોગંદનામુ તથા  પોલીસ પેપર્સ વેચાણે લેતા અરજદારની તરફેણમાં અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનુ મુનાસીફ માની બંન્‍ને અરજદારોને રેગ્‍યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કેસમાં બંન્‍ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્‍સ રામાણી, ભરત વેકરીયા રોકાયેલ હતા.

(3:36 pm IST)