Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હત્‍યાના ગુનામાં બાળ આરોપીની જામીન અરજીને સેશન્‍સ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૧૩ :.. હત્‍યાના ગુન્‍હામાં જામીન ઉપર છૂટવા આરોપી બાળ કિશોરની અરજીને સેશન્‍સ કોર્ટે રદ કરી હતી.

ગત તા. ૯-૩-રર ના રોજ થોરાળા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં થયેલ હત્‍યાના  ગુન્‍હામાં પોલીસે બાળ કિશોર આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ બાળ કિશોર આરોપી સહિત અન્‍ય આરોપીઓએ ભેગા મળી મરણ જનાર સલીમભાઇ ઉર્ફે સાજીદભાઇ ચાંદભાઇ કુરેશીની છરીના ઘા મારી હત્‍યા નિપજાયેલ હતી.

આ ગુન્‍હામાં બાળ કિશોર આરોપીએ જુવેનાઇલ જસ્‍ટીશ બોર્ડ સમક્ષ જામીન અરજી કરેલ હતી. તે જામીન અરજી રદ થતા સેશન્‍સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી તે અપીલમાં સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને આરોપી દ્વારા કરવામાં આવેલ અપીલની વિરોધ્‍ધ કરતા રજૂઆત કરેલ હતી કે આરોપીઓએ આવી નાની ઉમરમાં હત્‍યાનો ગુન્‍હો કરેલ છે.

આવા ગુન્‍હામાં જામીન આપવા જોઇએ નહી તે રજૂઆતને ધ્‍યાને લઇ આરોપીની જામીન ઉપર છૂટવાની અપીલ સેશન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતાં.

(3:51 pm IST)