Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બોર્ડના પરીક્ષાર્થીઓ માનસિક ડર વિના પરીક્ષા આપે :શાળા-શહેરનું નામ રોશન કરે

ધો. ૧૦-૧ર ના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવતા પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, વિનુ ધવા તથા સુરેન્‍દ્રસિંહ વાળા

રાજકોટ, તા. ૧૩ :   આવતીકાલ તા.૧૪ માર્ચથી શરૂ થતી ગુજરાત માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મેયર  ડૉ. પ્રદીપભાઈ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા  વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક  સુરેન્‍દ્રસિંહ વાળા સંયુક્‍ત શુભેચ્‍છા પાઠવતા જણાવે છે કે, ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ વિદ્યાર્થીના જીવન માટે ઘણું મહત્‍વનું શૈક્ષણિક વર્ષ છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દીનું નિર્માણ કરવામાં અગત્‍યનો ભાગ ભજવે છે. સફળતા હાંસલ કરવા માટે પરિશ્રમ, પુરુષાર્થ, આત્‍મવિશ્વાસ અને માનસિક સંતુલન મહત્‍વની બાબત છે. જે માટે આયોજનપૂર્વક અને શાંત ચિતે પરીક્ષા આપવી જરૂરી છે જેથી પરીક્ષામાં ચોક્કસ સફળતા મળે છે. તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનો કોઈ પણ માનસિક ડર રાખ્‍યા વગર બોર્ડની પરીક્ષા આપે અને પોતાની શાળાનું અને શહેરનું નામ રાજ્‍યભરમાં રોશન કરે તેવી તમામ વિદ્યાર્થીઓને પદાધિકારીઓએ હ્રદયપૂર્વકની શુભેચ્‍છા પાઠવેલ છે.

(5:19 pm IST)