Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મેઘમાયાનગરમાં વિદેશી દારૂના નવ ચપલા સાથે ભાવેન્‍દ્ર અને શૈલેષ પકડાયા

ડીસીપી ઝોન-૨ની એલસીબીનો દરોડો

રાજકોટ,તા. ૧૩: નાના મવા રોડ પર મેઘમાયાનગરમાં ડીસીપી ઝોન-૨ની એલ.સી.બીની ટીમે દરોડો પાડી વિદેશી દારૂના નવ ચપલા સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ મેઘમાયાનગર શેરી નં. ૪માં બે શખ્‍સો દારૂના જથ્‍થા સાથે ઉભા હોવાની બાતમી મળતા મેઘમાયા નગરમાં દરોડો પાડી રૂા. ૧૧૦૦ ની કિંમતના વિદેશી દારૂના નવ ચપલા સાથે મેઘમાયાનગર શેરી નં.૪ના શૈલેષ કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.૨૭) અને નાના મવા રોડ કૈલાશ કર્મચારી સોસાયટી શેરી નં. ૨ના ભાવેન્‍દ્ર પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૪)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી એલસીબીના હેડ કોન્‍સ. આર.વી.ગોહેલ તથા કોન્‍સ. જયપાલસિંહ સરવૈયા સહિતે કરી હતી.

(3:54 pm IST)