Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રૂા. ૧૮.પ૦ લાખની ચાંદી ઓળવી જવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૩: રૂા. ૧૮,૪૯,૯૯૯/- ની કિંમતનું ચાંદી ઓળવી જવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટમાં શ્રી ગજાનન બુલીયનના નામે ધંધો કરતા ગજાનનભાઇ સીંદે દ્વારા તા. ૭/૩/ર૩ના રોજ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે આ કામના આરોપી જલ્‍પેશ જેરામભાઇ નારણીયા વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, પ૦૬(ર) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલી હતી કે આ કામના આરોપી અને ફરીયાદી બંને ચાંદીનો ધંધો કરતા હોય તેમજ આરોપીને ધંધા અર્થે ચાંદીની જરૂરીયાત ઉભી થતા આ કામના ફરીયાદી પાસેથી ગત વર્ષે ૩૦-૧૮૬ કિ.ગ્રા. ચાંદી જેની ટેકસ સાથેની કિંમત રૂા. ૧૮,૪૯,૯૯૯/- ગણાય જેના રૂપિયા અથવા ચાંદી ફરીયાદીએ આ કામના આરોપી પાસે માંગતા આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાંદી ઓળવી જવાના ઇરાદે ફરીયાદી સાથે વિશ્‍વાસઘાત તથા છેતરપીંડી કરેલી હતી.

ઉપરોકત ફરીયાદ અનુસંધાને બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન દ્વારા તા. ૭/૩/ર૩ના રોજ આ કામના આરોપી જલ્‍પેશ જેરામભાઇ નારણીયાની ધરપકડ કરેલી હતી અને તા. ૮/૩/ર૩ ના રોજ દીન-૩ ના રીમાન્‍ડની માંગણી કરેલી હતી જેઅ નુસંધાને અદાલત દવારા આ કામના આરોપીના દિન-૧ ના રીમાન્‍ડ મંજુર કરવામાં આવેલ હતા. ત્‍યારબાદ જામીન પર છુટવા અરજી કરી હતી.

ઉપરોકત તમામ સંજોગો ધ્‍યાને લઇ નામદાર અદાલત દ્વારા આ કામના આરોપીને રૂા. ૧પ,૦૦૦/-ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામમાં રાજકોટના યુવા ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:55 pm IST)