Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઉત્‍સવ ગ્રુપની નવા વર્ષ ૨૦૨૩ની સભ્‍ય નોંધણીનો પ્રારંભઃ બુધવારે ‘કેસ નં.૯૯'નાટક

વર્ષના ૧૦ નાટકો સાથે ઘેર બેઠા ટીકિટ મળી જાય તેવી વ્‍યવસ્‍થાઃ સંગીતના જુના ગીતોના ચાહકો માટે વર્ષ ૬ મ્‍યુઝિક કાર્યક્રમ સભ્‍યોને માણવા મળશે

રાજકોટઃ છેલ્લા ૩ દાયકાથી નાટય રસિક જનતાને મુંબઇના શ્રેષ્‍ઠ નાટકો પીરસતી એકમાત્ર વિશ્વાસનીય સંસ્‍થા એટલે ઉત્‍સવ ગ્રુપ. આ સંસ્‍થાની ૨૦૨૩ની સભ્‍ય નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જુજ સભ્‍યો લેવાના હોય તાત્‍કાલીક વહેલો તે પહેલાના ધોરણે સભ્‍યનોંધણી કરાશે. ઉત્‍સવની વાર્ષિક મેમ્‍બરશીપમાં વર્ષના ૧૦ નાટકો સભ્‍યોને જોવા માણવા મળશે અને તેમની ટિકિટ તેમને ઘેર મળી જાય તેવી વ્‍યવસ્‍થા છે. તેમ પ્રમુખ દિનેશ વિરાણીએ યાદીમાં જણાવેલ છે. આ બુધવારે થ્રિલર નાટકનો શો રાત્રે ૯.૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે યોજાયો છે. જેની પ્રવેશ ટિકિટ હેમુગઢવીના બુકીંગ વિનડો પરથી મળી જશે

જુના ગીતોનો મોટો ચાહકવર્ગ રાજકોટમાં હોવાથી તેને  માટે ખાસ છેલ્લા ૧૦ વર્ષથી ઉત્‍સવ મ્‍યુઝિક કલબ શરૂ કરી છે જેમાં વર્ષના ૬ મ્‍યુઝિકલ ઇવેનટ સભ્‍યોને જાણવા મળશે. દેશના ખ્‍યાતનામક કલાકારો જુના ગીતો રજુ કરે છે. ઉત્‍સવની ઓફીસ ૧૦૨ વર્ધમાન ચેમ્‍બર્સ ફુલછાબ ચોક ખાતે સવારે ૧૦થી ૧ અને સાંજે ૫થી ૮ વચ્‍ચે સંપર્ક કરીને નિયત સભ્‍યનોંધણી કરાવી દેવા દિનેશ વિરાણીએ જણાવેલ છે. ઉત્‍સવની હેલ્‍પલાઇનનો નંબર ૯૯૦૪૦ ૯૩૦૩૯

ઉત્‍સવ ગ્રુપની વાર્ષિક મેમ્‍બરશીપમાં ૭ પ્રકારની અલગ અલગ યોજના છે એક ખાસ યોજનામાં તમારી પસંદગીના ફિકસ નંબરની યોજના પણ છે. કપલ કલબનું પણ બુકીંગ સભ્‍યનોંધણી પણ કરેલ છે. તેમ યાદીમાં જણાવાયુ છે

(3:55 pm IST)