Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કરાર પાલનના દાવા સંદર્ભે સીપીસી ઓર્ડર ૭ રૂલ ૧૧ની અરજી નામંજુર

રાજકોટ તા.૧૩ : દાવાનું  યોગ્‍ય કારણ ન હોય તે સંદર્ભે સીપીસી ઓર્ડર ૭ રૂલ ૧૧ હેઠળની અરજીને સીવીલ અદાલતે કાઢી નાખી હતી.

આ કેસની ટુ઼કકમાં હકિકત એવી છે કે, ગાંધીગ્રામમાં રહેતા પ્રીયજીતસિંહ મંગલસિંહ જાડેજાએ આ કામના પ્રતિવાદી રવિન્‍દ્ર દેવજીભાઇ વાગડીયાની માલીકીની મિલ્‍કત કે જે ગુજરાત રાજયના રજી.  ડીસ્‍ટ્રીકટ રાજકોટ સબ ડીસ્‍ટ્રીકટ રાજકોટના રાજકોટ તાલુકાનામાં જ ગામ રૈયા (હાલ રાજકોટ મ્‍યુની.ની હદમાં) આવેલ રાજ કોમ્‍પ્‍લેકસમાં ફર્સ્‍ટ ફલોર ઉપર આવેલ દુકાન નં.૧૦૪ કે જેનો બીલ્‍ટ અપ એરીયા ચો.મી.આ. ર૮-૪૩ તથા દુકાન નં.૧૦પ જેનો બીલ્‍ટઅપ એરીયા ચો.મી.આ. ૧૭-૧ર આમ બંન્‍ને મળી કુલ બીલ્‍ટઅપ એરીયા ચો.મી.આ. ૪પ-પપ છે. સદરહું મિલ્‍કત પ્રતિવાદીએ રજી. વેચાણ દસ્‍તાવેજ અનુક્રમ નંબર ૪પ૯૧ થી ખરીદ કરેલ હતી.

મિલ્‍કત ખરીદવાનું નકકી કરેલ હતુ અને તેના અવેજ પેટે વાદી પ્રીયજીતસિંહ મંગલસિંહ દ્વારા સુથી પેટે રૂા.પ૧,૦૦૦ ચુકવેલ હતા અને ચુકતે અવેજની પહોંચ કરાવેલ હતી અને દૈનિક પત્રમાં જાહેર નોટીસ પણ અપાવેલ હતી.

ત્‍યારબાદ રવિન્‍દ્ર દેવજીભાઇ વાગડીયાએ કરારનું પાલન ન કરતા પ્રીયજીતસિંહ દ્વારા રાજકોટની સીવીલ અદાલતમાં કરારના વિશિષ્‍ટ પાલનનો દાવો દાખલ કરેલ હતો તે દાવાની નોટીસ રવિન્‍દ્ર દેવજીભાઇ વાગડીયાને બજતા તેઓએ સદરહુ દાવો મેઇન્‍ટેબલ નથી તે મુજબની સીપીસી ઓર્ડર ૭ રૂલ ૧૧ની અરજી આપેલ હતી. તે અરજીના વાંધા પ્રીયજીતસિંહના એડવોકેટ દ્વારા લઇ અને દલીલો ધ્‍યાને લઇને સીવીલ અદાતલે સદરહુ રવિન્‍્‌દર દેવજીભા વાગડીયાની અરજી રદ કરતા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં વાદી પ્રીયજીતસિંહ મંગલસિંહ જાડેજા વતી એડવોકેટ તરીકે વિમલ એચ.ભટ્ટ, ડો. રાજેન્‍દ્રસિંહ જાડેજા, પંકજ જી. મુલીયા, પારસ જે. પારેખ, રૂષીલ આર. દવે તથા મદદમાં વિવેક પી. પારેખ એ.એચ.કપાસી રોકાયેલા હતા.

(3:57 pm IST)