Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બોમ્‍બે સુપર હાઇબ્રીડ સીડસ લી.દ્વારા ૨૦૦ ટન બીજ પ્રોસેસની આધુનિક સવલતો

પ્રમોટર હોર્લ્‍ડિગમાં સતત વધારાનો દાવોઃ ૧૫૦થી વધુ પ્રોડકટ પોર્ટફોલિયો

રાજકોટઃ બોમ્‍બે સુપર હાઇબ્રીડ સીડસ લી.એ હરણફાળ ભરી રહેલા સૌરાષ્‍ટ્રના વડામથક રાજકોટ અને તેમાંય એપ્રીલથી કાર્યરત થઇ રહેલા વિશાળ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટને અડીને ત્રણ લાખ સ્‍કે.ફુટમાં ફેલાયેલી અને પ્રતિષ્‍ઠિત નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ લી ખાતે લિસ્‍ટેડ કંપની છે. કંપનીની લેખિત યાદી મુજબ લગભગ ૪૦ વર્ષથી વધારે સમયથી કંપની પોતાના ઉચ્‍ચ કવોલિટીના બિયારણો ખેડુતોને ઉપલબ્‍ધ કરાવી રહી છે. હાલ કંપની ૧૫૦થી વધારે પ્રોડકટસ પોર્ટફોલિયો ધરાવે છે અને તે માટે રિસર્ચના વિદેશની કંપનીઓ સાથે પણ કરાર ધરાવે છે. કંપની પાસે હાઇટેક જર્મન કંપનીની પ્રોસેસિંગ મશીનરી છે. તેમાં પ્રતિદિન બસ્‍સો ટન બીજ પ્રોસેસ કરવાની વિશાળ ક્ષમતા ધરાવે છે. કંપનીના લેખિત દાવા મુજબ એનએસઇ વેબસાઇટના ઉપલબ્‍ધ ડેટા મુજબ વર્ષ ૨૦૧૮માં પ્રમોટર હોલ્‍ડિંગ ૭૩.૧૯%, પબ્‍લિક હોલ્‍ડિંગ ૨૬.૮૧%, જયારે જુન ૨૦૨૨માં પ્રમોટર હોલ્‍ડિંગ ૭૩.૨૭% પબ્‍લિક હોલ્‍ડિંગ ૨૬.૭૩% તથા માર્ચ ૨૦૨૩માં પ્રમોટર હોલ્‍ડિંગ ૭૩.૮૧%, પબ્‍લિક હોલ્‍ડિંગ ૨૬.૧૯% છે

(4:07 pm IST)