Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મે માસમાં રાજકોટ ‘‘ગૌ ટેક-૨૦૨૩'' કાઉબેઝડ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિતી એન્‍ડ એકસ્‍પો

રાજકોટ,તા.૧૩ : ંનીતિ આયોગે ‘‘ગૌશાળાઓની આર્થિક સધ્‍ધરતામાં સુધારો કરવા પર વિશેષ ફોકસ સાથે જૈવિક ખાતરોનું ઉત્‍પાદન અને પ્રમોશન''પર ટાસ્‍ક ફોર્સ રિપોર્ટ બહાર પાડ્‍યો હતો. નીતિ આયોગના સભ્‍ય (કળષિ), પ્રોફેસર રમેશ ચંદ દ્વારા ટાસ્‍કફોર્સના સભ્‍યો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ગૌશાળાઓનાં પ્રતિનિધિઓની હાજરીમાં અહેવાલ બહાર પાડવામાં આવ્‍યો હતો. નીતિ આયોગ દ્વારા ગૌશાળાઓને આર્થિક રીતે સધ્‍ધર બનાવવા, રખડતા અને ત્‍યજી દેવાયેલા ઢોરની સમસ્‍યાને દૂર કરવા, કળષિ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાયના છાણ અને ગૌમૂત્રનાં અસરકારક ઉપયોગ માટે પગલાં સૂચવવા માટે ટાસ્‍ક ફોર્સની રચના કરવામાં આવી હતી. ડૉ. નીલમ પટેલ, વરિષ્ઠ સલાહકાર (કળષિ), નીતિ આયોગ અને ટાસ્‍ક ફોર્સના સદસ્‍ય સચિવે સહભાગીઓને અહેવાલ વિકસાવવામાં ટાસ્‍ક ફોર્સ દ્વારા અપનાવવામાં આવેલી પળષ્ઠભૂમિ, સંદર્ભોની શરતો અને અભિગમ વિશે માહિતગાર કર્યા હતા.

ડૉ. રાજેશ્વર સિંહ ચંદેલ, વાઇસ ચાન્‍સેલર, ડૉ. વાય.એસ. પરમાર યુનિવર્સિટી ઑફ હોર્ટિકલ્‍ચર એન્‍ડ ફોરેસ્‍ટ્રી, સોલનએ હિમાચલ પ્રદેશના અનુભવો પર -કાશ પાડ્‍યો અને શેર કર્યું કે ટાસ્‍ક ફોર્સનો રિપોર્ટ ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર્સના ઉપયોગને પ્રોત્‍સાહન આપીને વેસ્‍ટ ટુ વેલ્‍થ પહેલને મજબૂત બનાવશે. તેમણે ગૌશાળાઓની આર્થિક સદ્ધરતા સુધારવા માટે સંસ્‍થાકીય સહાયના મહત્‍વ પર પણ ભાર મૂકયો હતો.

કળષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ શ્રી પ્રિયા રંજને ઉલ્લેખ કર્યો કે કેન્‍દ્રીય બજેટ ૨૦૨૩માં કુદરતી ખેતીને વિશેષ મહત્‍વ આપવામાં આવ્‍યું છે અને ટાસ્‍કફોર્સ રિપોર્ટની ભલામણો આ -યાસોને વધુ વેગ આપશે.

‘‘ૅસેવા પરમો ધર્મ''અને ‘‘ગૌસેવા દ્વારા રાષ્‍ટ્ર સેવા'' નાં મંત્રને જીવનમાં આત્‍મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્‍કળતિનાં પુનઃસ્‍થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા નીતિ આયોગની આ પહેલને ભારત સરકારના પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ બેઝ્‍ડ ઇકોનોમી (જી.સી.સી.આઈ)નાં પ્રમુખ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ આવકારી છે. ગાય, જેને વિશ્વમાતા કહી છે, જેને સાર્વજનીક, સાર્વદેશીક, સાર્વભૌમિક અને સર્વકાલીન કહી છે.

 ગૌ સંસ્‍કળતિ અને ભારતીય સંસ્‍કળતિને બળવત્તર બનાવે છે. ગૌ સંસ્‍કળતિને આગળ લાવવા અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘આત્‍મનિર્ભર ભારત' અને ‘મેક ઇન ઇન્‍ડિયા'નાં સ્‍વપનને ‘કાઉ બેઝ્‍ડ ઈકોનોમી' દ્વારા સાકાર કરવા ‘ગો ધન' અને ‘ગોબર ટુ ગોલ્‍ડ' જેવા વિષયોથી સમાજને જાગળતિ લાવવાના હેતુથી ગ્‍લોબલ કન્‍ફેડરેશન ઓફ કાઉ બેઝ્‍ડ ઇકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા ‘ગૌ ટેક - ૨૦૨૩' - કાઉ બેઝ્‍ડ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટ એન્‍ડ એક્‍સ્‍પો. નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજન ૨૪ થી ૨૮ મે દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્‍ડ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવ્‍યું છે. સૌ ગૌ પ્રેમીઓને આ એક્‍સ્‍પો. માં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(4:08 pm IST)