Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

શહેરમાં છેલ્‍લા સપ્‍તાહમાં ઝાડા-ઉલ્‍ટી-તાવના ૪૩૭થી વધુ દર્દીઓ

રોગચાળો યથાવત

રાજકોટ, તા.,૧૩: શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૪૩૭ થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાના ૧ દર્દીઓ નોંધાયા છે. દરમિયાન  છેલ્લા  રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૬ થી તા.૧ર માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૧ કેસ

અઠવાડિયામાં  ડેન્‍ગ્‍યુના ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૩, ડેન્‍ગ્‍યુના ૧ર તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૪૩૭ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૩૭ તેમજ સામાન્‍ય તાવના ૩૧ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૮૧  સહિત કુલ ૪૩૭  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ રરપ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ પ૪પ૩   ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭૧૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨રપ લોકોને નોટીસ પાઠવી છે.

(4:09 pm IST)