Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હનુમાન મઢી પાછળ રામનગરમાંથી સાહિલ શેખનો એપલ મોબાઇલ ચોરાયો

ખુલ્લા ઘરમાં પ્રવેશ કરી કોઇ ચાલીસ હજારનો ફોન ચોરી જતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૩: રૈયા રોડ હનુમાન મઢી પાછળ રામનગરમાં રહેતાં યુવાનના ઘરમાંથી કોઇ ચાલીસ હજારનો એપલ આઇફોન મોબાઇલ ચોરી ગયું હતું. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાછળ રામનગર- ૩માં સાહિલ ખાતે રહેતાં અને કપડાની દૂકાનમાં નોકરી કરતાં સાહિલ ફિરોઝભાઇ શેખ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

સાહિલના કહેવા મુજબ પોતે માતા શબનમબેન અને પિતા ફિરોઝભાઇ શેખ અને બહેન ફીઝા સાથે રહે છે. તેણે પિતાના નામનો એપલ કંપનીનો આઇ ફોન ૧૩-૧૨૮ જીબીનો ગ્રીન કલરનો સરદારનગર રોડ પર આવેલી ફોનવાલા નામની દૂકાનમાંથી લોનથી તા. ૨૩/૧૨/૨૨ના રોજ લીધો હતો. જેની હાલની કિંમત આશરે ૪૦ હજાર ગણાય છે.

સાહિલે વધુમાં જણાવ્‍યું હતું કે ૭/૩/૨૩ના સવારે આઠથી દસ સુધી તે ઘરે સુતો હતો ત્‍યારે મમ્‍મી પપ્‍પા કામે ગયા હતાં અને નાની બહેન પણ શાળાએ ગઇ હોઇ દરવાજો ખુલ્લો હતો ત્‍યારે કોઇ અંદર પ્રવેશ કરી કોઇ આ આઇફોન ચોરી ગયું હતું. પોતે જાગ્‍યો ત્‍યારે ઘરમાં ફોન ન હોઇ મામાને જાણ કરી મમ્‍મી કે પપ્‍પા આ ફોન સાથે નથી લઇ ગયા ને? તેની ખરાઇ કરી શોધખોળ કરી હતી. બાદમાં સીટીઝન પોર્ટલ પર ઇ-એફઆઇઆર કરી હતી.  જેના આધારે પીએઆઇ પી. કે. ક્રિヘીયન અને મહેશભાઇએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

(4:12 pm IST)