Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મનપાના આરોગ્‍ય વિભાગની વિવિધ ૬૬ ખાલી જગ્‍યાઓ માટે પરીક્ષા યોજાઇ : ૪૫૦૦ ઉમેદવારો ગેરહાજર

ફીમેલ હેલ્‍થ વર્કર, મેડીકલ ઓફિસર, લેબ. ટેકનિશિયન અને ફાર્માસિસ્‍ટની : જગ્‍યાઓ માટે કુલ ૮૨૪૨માંથી ૩૭૩૯ ઉમેદવારોએ આપી પરીક્ષા

રાજકોટ તા. ૧૩ : મહાનગરપાલિકા દ્વારા આરોગ્‍ય વિભાગના ફીમેલ હેલ્‍થ વર્કર, મેડીકલ ઓફિસર, લેબ. ટેકનિશિયન અને ફાર્માસિસ્‍ટ સહિત કુલ ૪ સંવર્ગોની કુલ-૬૬ જગ્‍યાઓની લેખિત પરીક્ષા તા.૧૨ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્‍દ્રો ખાતે લેવામાં આવી. આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-૮૨૪૨ નોંધાયેલ હતા, જે પૈકી ૩૭૩૯ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૪૫૦૩ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.

ઉમેદવારોને પરીક્ષા સમયના ૧ કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્‍ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્‍ટ્રોનીક્‍સ ગેઝેટ, કેલ્‍ક્‍યુલેટર, અને સ્‍માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ. ᅠઆમ, રાજકોટ મહાનગરપાલિકાની ફીમેલ હેલ્‍થ વર્કરની ૪ જગ્‍યા, મેડીકલ ઓફિસરની ૧૧, લેબ. ટેકનિશિયનની ૭  ફાર્માસિસ્‍ટની ૭ જગ્‍યા માટે લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. આ પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્‍સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં મુકવામાં આવશે. તેમ મહેકમ શાખાના આસી. મેનેજરની યાદીમાં જણાવાયું છે.

(4:12 pm IST)