Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઇમ્‍પેકટ ફીની અરજી મનપામાં સ્‍વીકારવાનું શરૂ : ૧૭ જુન છેલ્લી મુદત

રાજય સરકારે વધુ ૪ માસની મુદત વધારતા પ્રદીપ ડવ, પુષ્‍કર પટેલ, અમિત અરોરા તથા નરેન્‍દ્ર ડવે નિર્ણયને આવકાર્યો

રાજકોટ, તા. ૧૩ :  રાજય સરકાર દ્વારા ઇમ્‍પેકટ ફીની મુદતમાં વધારો કરવાનું નકકી કરાયા બાદ તેનું નોટીફીકેશન પણ જાહેર કરવામાં આવ્‍યું છે. જે મુજબ હવે વધુ ૪ માસ માટે યોજનાને લંબાવી દેવામાં આવી છે. જેથી હવે મનપામાં પણ ઇમ્‍પેકટ અંગેની અરજીઓ સ્‍વીકારાશેનું પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

રાજ્‍ય સરકાર દ્વારા શહેરમાં આવેલ અનધિકળત બાંધકામને નિયમિત કરવા  માટે આ અગાઉ વટહુકમ જાહેર કરવામાં આવેલ અને તેની મૂદત  તા.૧૭ ફેબ્રુઆરી નાં રોજ પૂર્ણ થઇ હતી. જોકે શહેરીજનોના લાભાર્થે રાજ્‍ય સરકાર દ્વારા આ મૂદત તા.૧૭ ફેબ્રુઆરી થી વધુ ચાર માસ માટે લંબાવવામાં આવેલ છે. શહેરીજનોના હિતાર્થે અગાઉ થયેલ બાંધકામને નિયત રકમ ભરપાઈ કરી નિયમિત કરવાના નિર્ણયને મહાનગરપાલિકા દ્વારા આવકારવામાં આવેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને ટાઉન પ્‍લાનિંગ સમિતિ ચેરમેન નરેન્‍દ્રભાઈ ડવએ જણાવ્‍યું હતું.

(4:15 pm IST)