Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની કારકીર્દી માટે માઇલસ્‍ટોન ગણાય

વિદ્યાર્થીઓને શુભકામના પઠવતા કમલેશ મિરાણી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, જીતુ કોઠારી, કિશોર રાઠોડ,

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ આવતીકાલથી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્‍યું છે કે રાજ્‍યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ બોર્ડની પરીક્ષા આપી રહયા હોય અને રાજયની ભાજપ સરકાર દ્વારા સુચારૂ આયોજન થયેલ હોય ત્‍યારે કારકીર્દીના માઈલસ્‍ટોન સમી આ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા કે જે વિદ્યાર્થીઓની કારકીર્દી માટે માઈલસ્‍ટોન ગણાય છે તેના માટે વિદ્યાર્થીઓ આખુ વર્ષ મહેનત કરતા હોય છે અને ખાસ કરીને માર્ચ-એપ્રીલ એ પરીક્ષાના મહીના કહેવાય છે ત્‍યારે વિદ્યાર્થીઓને વધુ માર્ગદશર્ન આપતા તેઓએ જણાવ્‍યું હતું કે કોઈપણ પરીક્ષામાં જવલંત સફળતા મેળવવા માટે વાંચવાની ગુણવતા કેળવો એટલે કે તમે જે પણ વાંચો તે પુરા મનથી, રસથી અને અકાગ્રતાથી વાંચો.   અંતમાં ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ આગામી પરીક્ષામાં જવલંત સફળતાને વરી દેશ અને સમાજના વિકાસ માટે આગવુ પ્રદાન કરે તેવી તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છા પાઠવતા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ જણાવ્‍યું હતું.

(4:35 pm IST)