Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભરણ પોષણની રકમમાં વધારો કરવાની પત્‍નિની અરજીને રદ કરતી અદાલત

રાજકોટ,તા.૧૧:  અત્રે સી.આર.પી. કલમ ૧૨૭ (૧) હેઠળ ભરણપોષણની રકમમાં ફેરફાર- વધારો કરી આપવા સબબ અરજદાર રેખા ઉર્ફે દક્ષાબેન રવિભાઈ પરમાર રહે. ઉનાવાળાએ પોતાના પતિ રવિભાઈ મનજીભાઈ પરમાર રહે. રાજકોટ સામે કોડીનાર એડી. સીની. સીવીલ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરેલ હતી. જેને કોડીનાર કોર્ટે નામંજુર કરી હતી.

આ અરજી નામદાર કોડીનાર એડી. સીન. સીવીલ કોર્ટ સમક્ષ હકુમતના મુદ્દે ચાલી જતાં સામાવાળા તરફે વકીલ જગદીશ બી. નારીગરાએ હાજર થઈ સુપ્રિમ કોર્ટ તથા જુદી જુદી હાઈકોર્ટના ચૂકાદાઓ રજૂ રાખી, લંબાણ પૂર્વકની સચોટ દલીલો રજૂ કરેલ કે આ કેસમાં હકુમતનો બાધને કારણે અરજદાર રેખા ઉર્ફે દક્ષાબેન રવિભાઈ પરમારની અરજી ચાલવા પાત્ર ન હોય જેથી નામંજુર થવાને પાત્ર છે. અદાલત સહમત થઈ અરજદાર રેખા ઉર્ફે દક્ષાબેન રવિભાઈ પરમારની અરજી ફગાવી અરજદારેની આંક-૭ની સામાવાળાની હકુમતનો બાધ નડે છે. જે અરજી અન્‍વયે વિગતવાર હુકમ કરી હુકમતના મુદ્દે બાધ નડતો હોય, જેથી અરજદારની સી.આર.પી.સી.ની. કલમ ૧૨૭ (૧) હેઠળ ભરણ- પોષણની રકમમાં ફેરફાર - વધારો કરવાની અરજી રદ કરી સામાવાળા રવિભાઈ મનજીભાઈ પરમારની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કેસમાં સામાવાળા રવિભાઈ મનજીભાઈ પરમાર, રહે. રાજકોટવાળા વતી રાજકોટના ધારાશાષાી જગદિશ બી. નારીગરા રોકાયેલ છે.

(4:46 pm IST)