Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

તરઘડી પાસે જીનીંગ મીલમાં રાજકોટના ૪ વેપારી સહિત પ જુગાર રમતા પકડાયા

રાજકોટનો દિનેશ સેલાણી જુગાર રમાડતો'તોઃ પ૩ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ, તા., ૧૩: તરઘડી પાસે જીનીંગ મીલમાં ચાલતા જુગારના હાટડા ઉપર પડધરી પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજકોટના ૪ વેપારી સહીત પ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ પડધરીના તરઘડી ગામની સીમમાં હાઇવે રોડ પર આવેલ પ્રીતી સ્‍કોચ મીલ પ્રા.લીમી. નામના જીનીંગમાં ઓરડીમાં દિનેશ સેલાણી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પડધરીના પીએસઆઇ એમ.એચ. યાદવ તથા સ્‍ટાફે  રેઇડ કરી જુગાર રમતા જીનીંગ માલીક દીનેશકુમાર ધીરજલાલ સેલાણી ઉ.વ.પ૮ ધંધો વેપાર રહે. જનકલ્‍યાણ  સોસાયટી અમીનમાર્ગ રાજકોટ (ર) જમન ગોવિંદભાઇ વિરાણી  ઉ.વ.૬ર ધંધો વેપાર રહે. બીગ બજાર પાછળ બ્રહ્મ કુંજ ર રાજકોટ  (૩) પોપટ દામજીભાઇ વાલાણી ઉ.વ.૬૮ ધંધો વેપાર રહે. રાજકોટ સતનામ હોસ્‍પીટલ પાછળ ઇન્‍દ્રપ્રસ્‍થ શેરી નં. પ અક્ષર માર્ગ (૪) હેમરાજ છગનભાઇ પનારા  ઉ.વ.પ૮ ધંધો વેપાર રહે. નાનામવા રોડ તાપસ સોસાયટી રાજકોટ તથા (પ) સરભાણ દીનશપ્રસાદ મીશ્રા ઉ.વ.૪ર ધંધો  નોકરી રહે. પ્રીતી કોસ્‍પીન જામનગર રાજકોટ હાઇવે રોડ તરઘડી પાસે પડધરીને રોકડા રૂા. પ૩,૦૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:49 pm IST)