Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભાણેજે કરેલ ચેક રિટર્નની ફરિયાદમાં મામાને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા. ૧૩: મામાએ ભાણેજને આપેલ ૪.૫ લાખનો ચેક પરત ફરતા થયેલ ફરીયાદના ગુનામા આરોપી મામાને કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.

આ કામના આરોપી દ્વારા આ કામના ફરીયાદીને રૂપીયા ૪.૫ લાખ આપવાના થતા હતા જે પેટે આરોપીએ ફરીયાદીને ૪.૫ લાખ રૂપીયાનો ચેક આપેલ હતો જે ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા તેમજ ૪.૫ લાખ વળતર પેટે ચુકવવા તેમજ વળતર ના ચુકવે તો વધુ છ માસની કેદનો હુકમ નામદાર કોર્ટ દ્વારા ફરમાવવામા આવેલ હતો.

આ કામની ટુકમા ફરીયાદ ની ટુકમા હકીકત એવી છે કે આ કામના ફરીયાદી રવીરાજભાઈ મહેન્‍દ્રસીંહ જાડેજા અને આરોપી જીગ્નેશભાઈ જીતેન્‍દ્રભાઈ ગાંગાણી વચ્‍ચે કૌટુંબીક રીતે મામા ભાણેજના વેહવાર છે. આ સંબંધના નાતે આરોપી જીગ્નેશભાઈ જીતેન્‍દ્રભાઈ ગાંગાણીને પોતાને અંગત જરૂરીયાત ઉપસ્‍થીત થતા આ કામના ફરીયાદી પાસેથી હાથ ઉછીની રકમ રૂપીયા ૪.૫ લાખ હાથ ઉછીના માંગતા ફરીયાદીએ આરોપીને રૂપીયા ૪.૫ લાખ હાથ ઉછીના આપેલ હતા તેમજ આરોપી જીગ્નેશભાઈ જીતેન્‍દ્રભાઈ ગાંગાણી દ્વારા આ કામના ફરીયાદીને હાથઉછીની લીધેલ રકમ પેટે પ્રોમીસરી નોટ લખી આપેલ હતી.

ત્‍યારબાદ ફરીયાદી દ્વારા આરોપી પાસેથી આ રકમ પરત માંગતા આરોપીએ તેમના બેંક ખાતાનો ચેક રૂપીયા ૪.૫ લાખનો ફરીયાદીને લખી આપેલ હતો અને બેંકમા આ ચેક રજુ કર્યે આ રકમ ફરીયાદીને મળી જસે તેવો વિશ્વાસ અને ભરોસો આપેલ હતો. આરોપીના આ વિશ્વાસ અને ભરોસે તેમજ મામા-ભાણેજના સંબંધના નાતે ફરીયાદી દ્વારા આ ચેક સ્‍વીકારવામા આવેલ હતો પરંતુ આ ચેક ફરીયાદી દ્વારા તેમના બેંક ખાતામા ડીપોઝીટ કરતા આ ચેક પરત ફરેલ હતો. તે પરત ફરતા ફરીયાદી દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ ધી નેગોશીયેબલ ઈન્‍ટ્રુમેન્‍ટ એકટની જોગવાઈઓ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી જે કામ ચાલી જતા અને હાલના કામે રજુ થયેલ પુરાવાઓની વિસ્ત્રુત છણાવટ અને ફરીયાદ પક્ષ દ્વારા રજુ પુરાવાઓના આધારે અને દલીલને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી ઉપરોક્‍ત્ત ગુનાના કામે આરોપી જીગ્નેશભાઈ જીતેન્‍દ્રભાઈ ગાંગાણીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ૪.૫ લાખ વળતર પેટે ચુકવી આપવા અને જો આ રકમ ના ચુકવે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કરવામા આવેલ છે. આ કામમા ફરીયાદી વતી એડવોકેટ શ્રી રણજીતભાઈ એમ.પટગીર, સાહીસ્‍તાબેન એસ. ખોખર, પ્રહલાદસીંહ બી. ઝાલા, મીતેશ એચ. ચાનપુરા રોકાયેલ હતા.

(4:51 pm IST)