Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દિપક સોસાયટીમાં એકટીવામાં રાખેલું રપ હજારનું સી.પી.યુ. ગઠીયો ઉઠાવી ગયો

પ્રશાંત ચાવડાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ સીપીયુના માલીક જયદેવ વિશાણીએ ફોનમાં ગાળો આપતા તેની સામે પણ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩ :.. રૈયા રોડ કનૈયા ચોક પાસે દીપક સોસાયટીમાં રીપેરીંગમાં આવેલુ કોમ્‍પ્‍યુટરનું સીપીયુ એકટીવામાં રાખી યુવાન મિત્રને મળવા જતા તસ્‍કર સીપીયુ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ શ્રીરામ જાંબુની સામે શેરી નં. ૩ માં દીપક સોસાયટી બ્‍લોક નં. પ૧ માં રહેતા પ્રશાંત ચંદ્રકાંતભાઇ ચાવડા (ઉ.વ.ર૮) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ઘરે જ કોમ્‍પ્‍યુટર રીપેરીંગનું કામ કરે છે. પોતાના ઓળખીતા જયદેવ વિશાણી બેનર બનાવવાનું કામ કરતા હોઇ તેના કોમ્‍પ્‍યુટરમાં સીપીયુ રીપેરીંગનું કામ હોઇ જેથી તેણે પોતાને રીપેર કરવા માટે અવાર નવાર જણાવેલ પોતે કામમાં રોકાયેલા હોવાની તેનું સી.પી.યુ. રીપેર કરવાનું બાકી હોઇ ગત તા. રપ-ર ના રોજ પોતે જયદેવ વિશાણીને ફોન કરીને તેના કારખાને તેનું સી.પી. યુ. રીપેર કરવા માટે લેવા ગયો હતો. બાદ પોતે તેનું સીપીયુ સાંજ સુધીમાં રીપેર કરી આપીશ કહી સીપીયુ લઇ જતો રહ્યો હતો. બાદ તેનું સીપીયુ રીપેર થઇ જતા તે જ દિવસે સીપીયુ રીપેર થઇ જતા પોતે તેને પરત આપવા માટે એકટીવામાં જતો હતો. સીપીયુ એકટીવાની આગળ પગ પાસે રાખ્‍યુ હતું. રસ્‍તામાં દીપક સોસાયટી શેરી નં. પ માં રહેતા મિત્ર જયદીપ પટારીયાને મળવા માટે તેના ઘરે ગયેલ સીપીયુ એકટીવામાં રાખ્‍યુ હતું. મિત્રને મળીને ઘરની બહાર આવતા સીપીયુ એકટીવામાં જોવા ન મળતા પોતે આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ સીપીયુ મળી ન આવતા કોઇ અજાણ્‍યો શખ્‍સ ચોરી ગયો હોવાની ખબર પડી હતી. બાદ આ બનાવની જયદેવ વિશાણીને જાણ કરી હતી બાદ પોતે તથા જયદેવ અને મિત્ર ત્રણેય ગાંધીગ્રામ પોલીસ મથકમાં આવ્‍યા ત્‍યારે પોતે જયદેવને જણાવેલ કે ‘હું તમારૂ સીપીયુ તમને શોધી આપીશ અથવા તેના જેવુ બીજુ સીપીયુ બનાવી આપીશ તેમ બંને વચ્‍ચે નકકી થયું હતું.

 તે વખતે પોલીસ ફરીયાદ કરી ન હતી. પરંતુ સીપીયુ મળી ન આવતા પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એન. બી. ડોડીયાએ તપાસ હાથ ધરી છે. જયારે આ સીપીયુ ની ચોરીના બનાવમાં સીપીયુ મળી ન આવતા જયદેવ વિશાણીએ પ્રશાંત ચાવડાને અવારનવાર ફોનમાં ગાળો આપતા પ્રશાંત ચાવડાએ આ જયદેવ વિશાણી સામે પણ ફરીયાદ નોંધાવી હતી.

(5:14 pm IST)