Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કાલે જુદા જુદા કેન્‍દ્રો પર બોર્ડના પરીક્ષાર્થીઓને મહાનુભાવો સત્‍કારશે

મેયર, કલેકટર, કમિશનર, ડી.ડી.ઓ. હાજર રહેશે

રાજકોટ, તા. ૧૩ : માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે તા. ૧૪ થી ધો. ૧૦-૧ર ની પરીક્ષા શરૂ થઇ રહી છે. પ્રથમ પેપરના આરંભ પૂર્વે મહાનુભાવો જુદા જુદા પરીક્ષા કેન્‍દ્રો ઉપર હાજર રહી પરીક્ષાર્થીઓનું સ્‍વાગત કરી શુભેચ્‍છા પાઠવેશે. તેની માહિતી નીચે મુજબ છે.

- મેયર પ્રદિપ ડવ : પી.એન્‍ડ ટી.વી. શઠ હાઇસ્‍કુલ-૮૦ ફૂટ રોડ.

- કલેકટર અરૂણ મહેશ બાબુ : ન્‍યુ એરા સ્‍કુલ, રૈયા રોડ .

- પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ : જી.કે. ધોળકીયા સ્‍કુલ, પંચાયત નગર.

- મ્‍યુ. કમિશનર અમિત અરોરા : બારદાનવાળા કન્‍યા વિદ્યાલય, એસ્‍ટ્રોન સોસાયટી.

- જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી : હલગાંધી વિદ્યા વિહાર, કાલાવડ રોડ .

- નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર : વી. જે. મોદી સ્‍કુલ, ૧પ૦ ફૂટ રીંગ રોડ.

(5:23 pm IST)