Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટ શહેર ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં કેકેવી અને માલિયાસણ પાસે ટ્રાફિક ડ્રાઈવ :279 એનસી કેસો કરી 1,77,200નો દંડ વસુલ્યો: 5 વાહન ડિટેઇન

કે કે વી ખાતે 138 એન સી કેસો કરી 64300 રૂપિયા દંડ અને 4 વાહન ડિટેઇન જયારે માલિયાસણ ખાતે 141 કેસો કરી 1,13,900 રૂપિયા દંડ તથા 1 વાહન ડિટેન કરેલ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી તથા એડી. સી પી સૌરભ તોલામંબીઆના માર્ગદર્શન નીચે ડીસીપી ટ્રાફિક, પૂજા યાદવની આગેવાનીમાં સાંજે 17.00 થી 19.00 કે કે વી ખાતે અને કુવાડવા પો સ્ટે વિસ્તારના માલિયાસણ પાસે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં કે કે વી ખાતે 138 એન સી કેસો કરી 64300 રૂપિયા  દંડ વસુલ કરેલ અને 4 વાહન ડિટેઇન કરેલ.જયારે માલિયાસણ ખાતે 141 કેસો કરી 1,13,900 રૂપિયા દંડ વસુલ કરેલ તથા 1 વાહન ડિટેન કરેલ. હતા આમ કુલ 279 એન સી કેસો કરી રૂપિયા 177,200 દંડ વસુલ કરેલ.અને  5 વાહન ડિટેઇન કર્યા. હતા

 

(9:14 pm IST)