Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભાજપ પ્રદેશ કિશાન મોરચાના હોદ્દેદારોની જાહેરાતઃ રાજકોટના વિજય કોરાટ-પોરબંદરના રમેશ ઓડેદરાનો સમાવેશ

રાજકોટ તા. ૧ર : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઇ પટેલ દ્વારા પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ પદે તેજાભાઇ ભુરીયા-બનાસકાંઠા, મહેન્દ્રભા પીઠીયા-ગીરસોમનાથ, દિપકભાઇ પટેલ-આણંદ, ડી.ડી.ચુસામા, વડોદરા, મહેન્દ્રભાઇ પટેલ, તાપી, રમેશભાઇ ઓડેદરા, પોરબંદરનો સમાવે શ થયો છે. પ્રદેશ મહામંત્રી તરીકે હિરેનભાઇ હિરપરા, અમરેલી અને સરદારભાઇ ચૌધરી, મહેસાણાની વરણી છે જયારે પ્રદેશ મંત્રી તરીકે ભરતભાઇ મેર, ભાવનગર, વિજયભાઇ કોરાટ, રાજકોટ, સુરેશભાઇ વસરા, જામનગર, નાગરભાઇ જીડીયા, સુરેન્દ્રનગર, રાણસીભાઇ ગઢવી, કચ્છ, આશિષભાઇ દેસાઇ, નવસારીની તથા પ્રદેશ કોષાધ્યક્ષ સી.પી.સરવૈયા, ભાવનગરની વરણી કરાઇ છે તેમ ડો.યજ્ઞેશ દવે, પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગએ જણાવ્યું છે.

(3:57 pm IST)