Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઇન્ડિયન સોસાયટી ઓફ કેમીસ્ટ એન્ડ બાયોલોજીસ્ટની બ્રાન્ચનો રાજકોટમાં પ્રારંભ

આર. કે. યુનિવર્સિટી ખાતે સમગ્ર ગુજરાતના સાયન્સના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ રીસર્ચ, ઇનોવેશન તથા ફેકલ્ટીઝનો લાભ મળશે

રાજકોટ તા. ૧૩ :.. કેમેસ્ટ્રી તથા બાયોલોજીની આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલ અને વિદ્યાર્થીઓને એડવાન્સ મલ્ટીડીસીપ્લીનરી રીસર્ચ-ઇનોવેશન માટે પ્લેટફોર્મ પુરૃં પાડતી સંસ્થા ઇન્ડિયન સોસાયટી ઓફ કેમીસ્ટ એન્ડ બાયોલોજીસ્ટસ (આઇએસસીબી)ની ઉપશાખાનો આર. કે. યુનિવર્સિટી, રાજકોટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, સ્કુલ ઓફ સાયન્સ, આર. કે. યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવેલ આઇએસસીબી ની બ્રાન્ચનું ઉદઘાટન આર. કે. યુનિવર્સિટીના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ડેનીશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આઇએસસીબીના અધ્યક્ષ  ડો. અનામિકભાઇ શાહ તથા જનરલ સેક્રેટરી ડો. પી. એમ. એસ. ચૌહાણ મુખ્ય અતિથી તરીકે જોડાયા હતાં. ઉપરાંત આંતર રાષ્ટ્રીય નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન હાજર રહ્યા હતાં.

આઇએસસીબીના આ ચેપ્ટરના પ્રારંભથી સમગ્ર ગુજરાતના સાયન્સ ફીલ્ડના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ રીસર્ચ, ઇનોવેશન, સાયન્ટીસ્ટસ તથા ફેકલ્ટીઝનો લાભ મળશે અને ગ્લોબલ એજયુકેશન, ઇન્ટ્રોડકશન તથા પ્લેટફોર્મ પ્રાપ્ત થશે તેવું આર. કે. યુનિવર્સિટીના સિનીયર પી. આર. ઓ. અંકિત ગોરસીયાની યાદીમાં જણાવાયું છે.

(3:13 pm IST)