Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પંજાબના પટીયાલામાં પતિ અને સાસુ નજીવી બાબતે ઝઘડો કરી રાજકોટની જીનલને ત્રાસ

પતિ દારૂ પી મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકીઃ પતિ મનજીતસિંઘ ઢીંઢસા અને સાસુ પરમીન્દર કૌર ઢીંઢસા સામે ગુનો

રાજકોટ, તા.૧૩: ગોંડલ રોડ ૫૨ કોઠારિયામાં ન્યુ સ્વાતી પાર્કમાં માવતર ધરાવતી શીક્ષિત પરિણીતાને પંજાબના પટીયાલામાં રહેતા પતિ એન સાસુ નજીવી બાબતે ઝઘડો કરી મારકુટ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ કોઠારિયામાં ન્યુ સ્વાતી પાર્ક શેરી નં.૧માં માવતર સાથે રહેતી જીનલ મનજીતસિંઘ ઢિંઢસા (ઉ.વ.૨૫) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પંજાબના પટીયાલામાં અબ્લોવલ રોડ ન્યુ કરતાર કોલોની ગર્વમેન્ટ પ્રાઇમરી સ્કુલ પાસે હાઉસ નં.૧૧માં રહેતા પતિ મનજીતસિંઘ બલ રામસિંઘ ઢીંઢસા અને સાસુ પરમીન્દર કૌર બલરામસિંઘ ઢીંઢસાના નામ આપ્યા છે. જીનલે ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે ચાર માસથી માવતર સાથે રહે છે. પોતે એમ.બી.એ.સુધીનો અભ્યાસ કરેલ છે. પોતાના દોઢેક વર્ષ પહેલા પંજાબના રહેવાસી મનજીતસિંઘ સાથે પ્રેમલગ્ન સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પોતે પતિ સાથે થોડો સમય રાજકોટમાં રહેલ પરંતુ પતિની નોકરી મોરબી હોઇ જેથી તેમને રોજ મુસાફરી કરવામાં તકલીફ પડતી હોવાથી પોતે પતિ સાથે મોરબી રહેવા જતા રહયા ત્યારબાદ પતિની બદલી પંજાબના સંગરૂર ગામે થતા પોતે પંજાબના પટીયાલા ખાતે સાસુ અને દાદાજી સસરા સાથે રહેવા ગયેલ. ત્યાં સાસુ માનસીક ત્રાસ આપતા પોતે પતિ સાથે સંગરૂર રહેવા ગયેલ બાદ દાદાજી સસરાનું અવસાન થતા પોતે ફરી પટીયાલા રહેવા ગયા હતા. લગ્ન બાદ પતિએ પોતાને સાત માસ સારી રીતે રાખેલ ત્યારબાદ પતિ દારૂ પી નાની નાની વાતમાં ઝઘડો કરી હેરાન કરતો હતો. પતિ અને સાસુ વારંવાર કહેતા કે 'તારા માતા પિતાએ કરીયાવરમાં કંઇ આપેલ નથી રીત રીવાજ મુજબ અમારે તો વહુ ખુબ કરીયાવર લઇ આવે છે. તેમ મેણાટોણા મારતા, બાદ થોડા મહિના પહેલા પતિ દારૂ પીને પોતાની સાથે ઝઘડો કરી માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પોતે રાજકોટ માવતરે આવ્યા બાદ પતિએ આજદીન સુધી સમાધાન માટે ફોન ન હોઇ જેથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ, વી.જી.બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)