Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

હવે હિરાસર એરપોર્ટમાં ઓગષ્ટ-રરમાં ફલાઇટ ટેસ્ટીંગ શરૂ થઈ જશે : ઝનાના હોસ્પીટલ ૬ મહિનામાં બની જશેઃ ખંભાલીડા ફેઝ-ર શરૂ

કલેકટર એઇમ્સની મુલાકાતેઃ રોડ-રસ્તા-સ્ટાફ ભરતી-ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે મીટીંગ : ઝનાનામાં ૧પ૦ બેડ પીડયાટ્રીક-મહિલાઓ માટે ઉભા થશેઃ માધાપર બ્રીજનો હાલનો પ્રશ્ન હલ કરાશે : ઇશ્વરીયા પાર્કના સાયન્સ સીટીનું સપ્ટેમ્બરના પહેલા વીકમાં ઉદઘાટનઃ ખંભાલીડા બૌધ્ધ ગુફામાં ગેલેરી બૌધ્ધ હિસ્ટોરીકલ કલ્ચર સહીતની સુવિધા બનશે

રાજકોટ, તા., ૧૩: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે આજે એઇમ્સ હોસ્પીટલની મુલાકાતે જનાર છે અને એઇમ્સ સંદર્ભે  રોડ-રસ્તા-ઇન્ફ્રાસ્ટ્રકચર-સ્ટાફ ભરતી સહીતની બાબતે મીટીંગ યોજશે. તથા સાથોસાથ માધાપર બ્રીજનો જે પ્રશ્ન ઉદભવ્યો છે. લોંગ ટર્મ આ પ્રશ્ન હલ કરવા અંગે આજે કાર્યવાહી કરી નિર્ણય લેશે. માધાપર બ્રીજની સંભવતઃ ડીઝાઇન ફરે તેવી પણ શકયતા છે.

હિરાસર એરપોર્ટ અંગે કલેકટરે જણાવ્યું હતુ઼ કે ત્યાં ૧૫૦૦ મીટરનો રન-વે બની ગયો છે. ૧૪૦૦ મીટરનો બાકી છે અને પ૦૦ મીટરનો બોકસ કન્વર્ટનનો રન-વે બાકી છે. તેનું બિલ્ડીંગ ટર્મીનલનું ટેન્ઙર બહાર પડી ગયું છે.

કલેકટરે જણાવેલ  કે હવે  સંભવતઃ ઓગષ્ટ-ર૦રરમાં પ્રથમ ફલાઇટ ટેસ્ટીંગ શરૂ થશે. તેવા પ્રયત્નો શરૂ કરાયા છે. અને ર૦ર૩ ફેબ્રુઆરી સુધીમાં અને ૨૦૨૨ ડીસેમ્બર સુધીમાં મુખ્ય ટર્મીનલનું બાંધકામ પણ પુરૂ કરી લેવાશે. ઇશ્વરીયા પાર્કના સાયન્સ સીટી અંગે કલેકટરે જણાવ્યું હતું કે કામ પુરૂ થવામાં છે અને સપ્ટેમ્બરના ૧ લા વીકમાં તેનું ઉદઘાટન કરી લેવાશે.ખંભાલીડા બૌધ્ધ ગુફા અંગે કલેકટરે જણાવ્યું હતુ કે તેનું ફેમ-૧નું કામ પુરૂ થયું છે. ફેઝ-ટુનું કામ શરૂ કરી દેવાયું છે. જેમાં ગેલેરી-બૌધ્ધ હિસ્ટોરીકલ કલ્ચર, બૌધ્ધ શું હતા. તેમની અન્ય તમામ પ્રકારની માહીતી ઉજાગર થશે.

(3:21 pm IST)