Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શહેર પોલીસે કોરોનાની બીજી લહેરમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીની બૂક મુખ્યમંત્રીને અર્પણ કરતાં અગ્રવાલ

કોરોના સંલગ્ન માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા ઉપરાંત કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ પણ કર્યુ

રાજકોટઃ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં લોકો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે અને કોરોનાના સંક્રમણથી દૂર રહે તે માટે શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં સમગ્ર પોલીસ તંત્રએ રાત-દિવસ કામગીરી કરી છે. નિયમોનું પાલન કરાવવા હજુ આજે પણ પોલીસ કાર્યરત છે. કોવિડ-૧૯ની બીજી લહેરમા પણ પોલીસે પહેલી લહેરની જેમ જ સંક્રમણ અટકાવવા ઉપરાંત કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની પણ અનેક નોંધપાત્ર કામગીરીઓ કરી છે. આ તમામ ઉત્કૃષ્ટ કામગીરીની એક બૂક તૈયાર કરવામાં આવી છે. આ બૂક પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના હસ્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આજે અર્પણ કરવામાં આવી છે.

(3:24 pm IST)