Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

એસબીઆઇ ઓફિસર્સ એસો. ગુજરાતના હોદેદારો : પ્રમુખપદે નીલેશભાઇ રાડીયા

રાજકોટ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસીએશન ગુજરાત રાજયની ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થતા વર્ષ ૨૦૨૦-૨૩ ની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રેસીડેન્ટ તરીકે નીલેશભાઇ રાડીયા, જનરલ સેક્રેટરી તરીકે પીનાકીનભાઇ બ્રહ્મભટ્ટ, જોઇન્ટ જનરલ સેક્રેટરી તરીકે કે. સી. પંડયા, ડે. જનરલ સેક્રેટરી તરીકે પવનકુમાર શર્મા, આસી. જનરલ સેક્રેટરી તરીકે હરપાલસિંહ જાડેજા, એકઝી.કમીટી મેમ્બર તરીકે રાજેશભાઇ ડાંગર, રાજેશભાઇ કચોટ, રાકેશ રંજન, રીજયોનલ સેક્રેટરી તરીકે જયેશ પરમાર, નૈનેશ નકુમ, ભાવિન કનખરા, પ્રતોષ ચૌબે, પ્રદીપસિંહ પરમાર બહુમતી સાથે ચુંટાઇ આવેલ. જે બદલ રાજકોટ વિભાગ તથા ગુજરાત રાજય એસ.બી.આઇ. અધિકારીઓએ શુભેચ્છા પાઠવેલ છે.

(2:25 pm IST)