Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વોર્ડ નં.૧૮ની રાધેશ્યામ સોસાયટીમાં મેટલીંગ રોડનું વિસ્તારવાસીઓના હસ્તે ખાતમુહૂર્ત : કોંગ્રેસના કોર્પોરેટરોએ વર્ષો જુનો પ્રશ્ન હલ કર્યો

રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નં.૧૮ પ્રમુખ દીપકભાઈ ધવાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૮માં આવેલ રાધેશ્યામ સોસાયટીમાં વર્ષોથી મેટલીંગ રોડ અને ડામર રોડની માંગણી હતી તેમજ કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપાના કમિશ્નર, સીટી ઈજનેર અને ડેપ્યુટી ઈજનેરશ્રીને અનેકવખત રજુઆતો કરેલ હતી તે રજૂઆતને અંતે સફળતા મળેલ છે તેમજ કોંગ્રેસના વોર્ડ નં.૧૮ના જાગૃત કોર્પોરેટરોએ વિસ્તારવાસીઓના પ્રશ્ને હરહંમેશ તાત્કાલિક ઉકેલ લાવવા સતર્ક રહ્યા છે ત્યારે આ ખાતમુહૂર્ત પ્રસંગે વિસ્તારવાસીઓએ કોંગ્રેસના કોર્પોરેટરોનો આભાર માન્યો હતો તેમજ કોંગ્રેસના કોર્પોરેટર નીલેષભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા અને મેનાબેન જાદવ દ્વારા વોર્ડ નં.૧૮ના અનેક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના વોર્ડ પ્રમુખ દીપકભાઈ ધવા, કોર્પોરેટર નીલેષભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા અને મેનાબેન જાદવ, પ્રદેશ કોંગ્રેસ આગેવાન મયુરસિંહ જાડેજા, સ્થાનિક આગેવાનો શૈલેશભાઈ જાદવ, નરેશભાઈ ગઢવી, મહેશભાઈ રાદડિયા, સુરેશભાઈ પાનસુરીયા, પિયુષ હિરાણી, વિઠ્ઠલભાઇ બોડીયા, ભાવેશભાઈ બોરસડીયા, રાણીબેન મેર, ભાવીશાબેન પરમાર, વિજય સુસરા, સહીત સ્થાનિક આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે વિસ્તારવાસીઓમાં લાગણીનું વાતાવરણ છવાયું હતું તેવું વોર્ડ પ્રમુખ દીપકભાઈ ધવાએ જણાવ્યું છે.

(2:37 pm IST)