Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર પ્રસાર કાર્યને વેગ આપવા શહેર ભાજપ કેસરીયા બ્રીગેડને વોર્ડવાઇઝ જવાબદારી

રાજકોટતા.૧૩ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિધાનસભા-૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીયાની સંયુકત યાદીમાં જણાવેલ છે કે આગામી માસમાં ગુજરાતના ૮ જિલ્લાઓમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે મોરબી ખાતે વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવા માટે શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને વોર્ડવાઇઝ જવાબદારીની સોંપણી કરવામાં આવેલ છે

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારે 'જયા માનવી ત્યાં સુવિધા' ના મંત્ર સાથે રાજયના દરેક ગામ-નગરોમાં પાણી, ગટર, લાઇટ, રસ્તા જેવી પાયાની સગવડો આપી છે ત્યારે સૌનો સાથ-સૌની વિકાસ માટેના ધ્યેયમંત્ર સાથે પીડિત, શોષિત અનેકચડાયેલા લોકોને સમાજની મુખ્ય ધારામાં સમાવવા રાજયની ભાજપ સરકાર સંકલ્પબધ્ધ છે, ત્યારે મોરબી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે ભાજપાનો કાર્યકર્તા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિધાનસભા-૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ મોરબી વોર્ડ નં. ૧માં વિશેષ જવાબદારી ડે.મેયર અશ્વિન મોલીયા, ઇન્ચાર્જ તરીકે અશોક લુણાગરીયા, સહઇન્ચાર્જ તરીકે સી. ટી. પટેલને, વોર્ડ નં.ર માં વિશેષ જવાબદારી ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, ઇન્ચાર્જ સુરેન્દ્રસિંહ વાળા, સહ ઇન્ચાર્જ રમેશભાઇ દોમડીયા, વોર્ડ નં.૩માં વિશેષ જવાબદારી સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ઇન્ચાર્જ શૈલેષ પરસાણા, સહઇન્ચાર્જ સંજયસિંહ રાણા, વોર્ડ નં.૪ માં વિશેષ જવાબદારી માવજીભાઇ ડોડીયા, ઇન્ચાર્જ જીણાભાઇ ચાવડા, સહઇન્ચાર્જ સોમાભાઇ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, વોર્ડ નં.પમાં વિશેષ જવાબદારી ડો. વિજય દેશાણી, ઇન્ચાર્જ દિનેશ કારીયા, સહઇન્ચાર્જ હેમભાઇ પરમારને જવાબદારી સુપ્રત કરાઇ છે.

વોર્ડ નં.૬માં વિશેષ જવાબદારી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી તેમજ ઇન્ચાર્જ નિલેશ જલુ, સહઇન્ચાર્જ અનીષ જોષી, વોર્ડ નં.૭માં વિશેષ જવાબદારી પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, ઇન્ચાર્જ શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલ પંડીત, વોર્ડ નં. ૮ માં વિશેષ જવાબદારી નિતીન ભુત, ઇન્ચાર્જ અશ્વીન પાંભર, વોર્ડ નં.૯માં વિશેષ જવાબદારી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ઇન્ચાર્જ વિક્રમ પુજારા, સહઇન્ચાર્જ પ્રદીપ નિર્મળ, વોર્ડ નં.૧૦માં વિશેષ જવાબદારી ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ઇન્ચાર્જ રમેશ અકબરી, માધવ દવે, સહઇન્ચાર્જ દિલીપ લુણાગરીયા, રજનીભાઇ ગોલ, વોર્ડ નં.૧૧માં વિશેષ જવાબદારી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ઇન્ચાર્જ દિલીપભાઇ પટેલ, સહઇન્ચાર્જ હિતેશ મારૂ, વોર્ડ નં.૧ર માં વિશેષ જવાબદારી વિધાનસભા-૭૧ ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, ઇન્ચાર્જ પ્રવીણ પાઘડાર, સહઇન્ચાર્જ સંજય પીપળીયા, વોર્ડ નં.૧૩ માં વિશેષ જવાબદારી શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, ઇન્ચાર્જ પરેશ પીપળીયા, રાજુભાઇ બોરીચા, સહઇન્ચાર્જ  ઘનશ્યામ કુંગશીયા, વિજય ટોળીયા સહીતના અગ્રણીઓ મોરબીમાં વોર્ડવાઇઝ પ્રચાર-પ્રસાર કામગીરીની જવાબદારી સંભાળશે.

તેમજ રાજકોટ મહાનગર ભાજપ કાર્યાલય ખાતેથી સાહીત્ય સહીતની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી સંભાળી રહ્યા છે.

(3:38 pm IST)