Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ઢોર માર મારવાના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

મુંબઇ કલબમાં જુગારમાં હારી ગયેલ રકમ નહિ ભરતા...

રાજકોટ, તા.૧૩: મુંબઇની કલબમાં જુગાર રમી હારી ગયેલ ૨૦ લાખ ભરપાઇ કરવાની ના પાડતાં વ્યકિતને ઢોર માર મરાવ્યાના ગુન્હાના આરોપીના આગોતરા મંજૂર કરી રિમાન્ડ નામંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

મોરબીના કપિલ અઘારા સવારના આગિયારેક વાગ્યે ઘરેથી મોટર-સાઇકલ લઇ ગામમાં આંટો મારવા નિકડેલ ત્યારે મોરબીના રામધણ આશ્રમ પાસેના કાચા રસ્તા પરથી જતો હતો ત્યારે ત્યાં ત્રણ અજાણ્યા ઇસમોએ મોટર સાઇકલ ઉભું રખાવી કપિલ આધારાને નીચે ઉતારી લાકડાના ધોકા વડે માથાના ભાગે તથા શરીરમાં આડેધડ માર મારી નાસી ગયેલ બાદ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૨૫,૩૨૪,૩૨૩,૩૪૧ તથા અન્ય કલમોથી ફરીયાદ નોંધાયેલ હતી.

ફરીયાદમાં કપિલએ જણાવ્યું હતું કે અગાઉ મુંબઇ ગયેલ ત્યારે તે મુંબઇની જુગારની કલબમાં ૨૦ લાખ રૂપિયા હારી ગયેલ હોય અને રાજકોટના નરેશ ભરવાડને ચૂકવવાના હોય તે ચૂકવવાની ના પાડેલ હોય અને તે ઇસમો માણસો મોકલી માર મરાવ્યો હતો. રાજકોટના યુવાન પર ગુન્હો નોંધાતા નરેશ ભરવાડે મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ. તા.૬-૧૦-૨૦૨૧ના રોજ કોર્ટમાં બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી વધુમાં તા.૧૧-૧૦-૨૦૨૧ મોરબી બી ડીવીઝન પોલિસને તપાસના કામે આરોપીના રિમાન્ડની જરૂર હોય તેથી પોલીસે કોર્ટમાં ત્રણ દિવસની રિમાન્ડ અરજી દાખલ કરેલ. કોર્ટમાં બચાવ પક્ષેથી એડવોકેટ હિતેશ વિરડાની રજૂઆત ગ્રાહ્ય રાખી રિમાન્ડ અરજી પણ ફગાવીી દેવામાં આવી હતી.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હિેતષ વિરડા, રવિ કારિયા તથા મેહુલ જાપડા રોકાયેલ હતા.

(3:58 pm IST)