Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ઘેર ઘેર તોરણિયા બંધાવો, પર્વ આવ્યું દિવાળીનું રે...

દિપાવલી મહાપર્વ છે. મહાલક્ષ્મીજીના આગમનનો આ અવસર છે. આ પર્વમાં રોશની-રંગોળી સાથે આંગણે લીલા તોરણનું મહત્વ છે. આંબા અથવા આસોપાલવના તોરણ શુકનનું પ્રતીક છે. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ આ પાનના તોરણનું મહત્વ છે. તૈયાર તોરણનું વેચાણ થતું હોય છે. તસ્વીરમાં દેખાતો પરિવાર આસોપાલવના પાન લઇને જતો જોવા મળે છે. આંગણે તોરણ બાંધજો. આપણે તોરણ બાંધીશું તો આવા પરિશ્રમી પરિવારનું પણ કલ્યાણ થશે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:50 pm IST)