Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ફટાકડાની દુકાન બહાર ભીડ એકઠી કરનારા ત્રણ વેપારી પકડાયા

રાજકોટ તા. ૧૩ : દીવાળીના તહેવાર અંતર્ગત ફટાકડાની દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનારા ત્રણ વેપારીને ભકિતનગર પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ, પીએસઆઇ એસ.એન.જાડેજા, આર.એન.હાપલીયા સ્ટાફ સાથે દિવાળીના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા ત્યારે ન્યુ નહેરૂનગર અને કોઠારીયા રોડ પર ફટાકડાની દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનારા વેપારી પ્રશાંત રમેશભાઇ ચાવડા, કાર્તિક જગદીશભાઇ આડા અને નરેન્દ્ર અરજણભાઇ મોણપરાને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(2:55 pm IST)