Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પારેવડી ચોકમાં રિક્ષાચાલક અને મહિલા મુસાફરો સાથે વોર્ડનની ચડભડને પગલે થોડીવાર ટ્રાફિકજામ

રાજકોટઃ દિવાળીના તહેવારમાં શહેરમાં સવારથી જ ઠેકઠેકાણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાવા માંડી છે. આજે સવારે પારેવડી ચોકમાં એક રિક્ષાચાલક સાથે ટ્રાફિક વોર્ડનને ચડભડ થયા બાદ રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરોએ પણ બહાર નીકળી વોર્ડનને સમજાવતાં ભારે દેકારો મચી ગયો હતો. મહિલાઓ સાથે આકરુ વર્તન થયાનો રોષ વ્યકત કરી વોર્ડનને ખરીખોટી સંભળાવાઇ હતી. આ માથાકુટને કારણે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. જો કે ફરજ પરના પોલીસ કર્મચારીએ આવી મામલો થાળે પાડ્યો હતો.

(2:56 pm IST)