Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ફોર વ્હીલમાં પસંદગીની ફાળવણીની મુદ્દત આજે એક દિવસ વધારાઈ

ગઈકાલે GJ3LR સીરીઝમાં ઓનલાઈન બીડીંગની અવધી બપોરે ૪ વાગ્યે પૂરી થાય તે પહેલા અડધી કલાકે સર્વર ઠપ્પ થતા દેકારો મચી ગયો હતો : ગઈકાલે પસંદગીના નંબરો માટેની છેલ્લી ઓફરો લીક થઈ ગઈ : ૧ નંબરના ૬ લાખ ૨૧ હજાર અને ૯ નંબરના ૫ લાખની બોલીથી આજે જેની વધુ ઓફર ઓનલાઈન આવશે તેને નંબરો ફાળવાશે

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ આર.ટી.ઓ.માં ફોર વ્હીલ માટે પસંદગીના નંબરોની ઓનલાઈન ફાળવણીનું બીડીંગ ગઈકાલે બપોરે ૪ વાગ્યે પૂરૂ થાય તે પહેલા અડધી કલાકે સર્વર ઠપ્પ થઈ જતા છેલ્લી મિનિટોમાં નંબરો માટે ઓફર કરવાનું ચૂકી ગયેલા વાહન ધારકોમાં દેકારો મચી ગયા બાદ ગાંધીનગર સ્થિત નેશનલ ઈન્ફોર્મેટીક પેન્ટર દ્વારા આજના એક દિવસ માટે બિડીંગની ઓફર વધારી દેવામાં આવી હતી.

આ લખાય છે ત્યારે બપોરે ૪ વાગ્યા બાદ પસંદગીના નંબરોની સતાવાર ફાળવણી જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અટકેલી બીડીંગની માહિતી આર.ટી.ઓ. એ સત્તાવાર જાહેર કરી ન હતી છતા પણ ઓફ ધ રેકોર્ડ જાહેર થઈ ચૂકી છે. જેને આધાર બનાવીને આજે ફેસબુકમાં પ્રિમીયમ નંબરોમાં અટકેલી બોલીથી વધુ પૈસાની ઓફર કરવામાં આવશે.

૧ નંબરના ૬ લાખ ૨૧ હજાર, ૯ નંબરના ૫ લાખ, ૧૧૧ નંબરના ત્રણ લાખ, ૯૯૯૯ના બે લાખ ૬૧ હજાર, ૯૯ના બે લાખ ૨૬ હજાર, ૭૭૭૭ના ૧ લાખ ૮૦ હજાર, ૯૯૯ના ૧ લાખ ૩૫ હજાર, ૧૧ના ૧ લાખ, ૩૦૩ના ૯૦ હજાર, ૧૧૧૧ના ૮૬ હજાર, ૧૦૦૮ના ૭૦ હજાર, ૫૫૫૫ના ૬૯ હજાર, ૯૦૯ના ૬૧ હજારથી વધુ ઓફરો આવશે તેને નંબરો ફાળવવામાં આવશે.

(3:24 pm IST)