Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સગીરાનું અપહરણ દુષ્કર્મ, પોકસો એકટ અને એટ્રોસીટીના કેસમાં આરોપીને જામીન

રાજકોટ તા. ૧૩ : શહેરના શાસ્ત્રીનગરમાં રહેતી સગીરાના વિસ્તારમાં આ કામના ફરીયાદીએ પોતાની સગીર વયની ૧૭ પુત્રીને બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા. અંગેની ફરીયાદ રાજકોટના ગાંધીગ્રામ (યુનિ.-ર) માં આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(ર) એન અને પોકસો એકટની કલમ ૬ તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (ર)(પ) ૩ (૧) (ડબલ્યુ) મુજબની ફરીયાદ રાજકોટ ગાંધીગ્રામ (યુનિ-ર) માં પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરપી સાગર અશોકભાઇ પરમારની પોલીસ દ્વારા ગત તા.૭/૭/ર૦૧૯ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દીવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેન ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા એવા ભોગ બનનારના પિતાએ ગત તારીખ ૧/૭/ર૦૧૯ ના રોજ પોતાની સગીર વયની પુત્રી સવારના નવ વાગ્યાના અરસામાં ઘરેથી દવા લેવા માટે અકેલી નીકળેલ ત્યારે રસ્તામાં પાડોશમાં રહેતો આ કામનો આરોપી સાગર અશોકભાઇ પરમાર મોટર સાયકલને ઉભેલો હતો અને તેને મને પુછેલકે કયાં જાશ તો મે વાત કરેલ કે હું દાંત દવા લેવા માટે જાઉ છે તો આ આરોપીએ પોતાના મોટર સાકયલમાં બેસી કહેલ અને દવાખાને મુકી જાઇશ તેવી વાત કરેલ પરંતુ આરોપીની દાનત બગડતા દવાખાનાના બદલે અલગ અલગ જવા ફેરવી તેની બહેનના નવાગામ મુકામના ઘરે લઇ પોતાની ઇચ્છા વિરૂદ્ધ શરીર સબંધ બાંધેલ તેવી હકીકત આ કામના ફરીયાદીને જણાવતા જેથી ફરીયાદીએ તા. ૭/૭/ર૦૧૯ ના રોજ રાજકોટ ગાંધીગ્રામ (યુનિ-ર) પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૭  વર્ષની સગીર પુત્રીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૬ તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (ર)(પ-એ) (૩)(ર)(પ) ૩ (૧) (ડબલ્યુ) મુજબની ફરીયાદ આપેલ હતી. ત્યારબાદ આરોપીને પકડી પાડી તારીખ ૭/૭/ર૦૧૯ ના રોજ આ કામના આરોપીને રાજકોટની સ્પે. પોકસો કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીએ ભોગ બનનાર સાથેઅવારનવાર શારીરિક સબંધ બાંધેલા હોવાની હકિકત તપાસ દરમ્યાન ખુલવા પામતા આ કામના તપાસ કરનાર અમલદારે રાજકોટની નામ. સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ આઇપીસીની કલમ ૩૭૬ તેમજ પોકસો એકટની કલમ ૬ નો ઉમેરો કરવા માટેની અરજી આપતા નામ. કોર્ટ દ્વારા આરોપી આઇ. પી.સી. ની કલમ ૩૭૬ તેમજ પોકસો એકટની કલમ ૬ નો ઉમેરો કરવામાં આવેલ અને આરોપીને રાજકોટના સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી નામ. ગુજરાત હાઇકોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપીને કડક શરતોને આધિન જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ,  રણજીત બી. મકવાણા, એમ. એન. સિંધવ, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતાં.

(3:27 pm IST)