Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સોમવારે શહેર ભાજપનું સ્નેહમિલન

તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સ્નેહભીનું નિમંત્રણઃ તડામાર તૈયારી

રાજકોટ તા. ૧૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે નવા વિચારો અને નવા સંકલ્પો સાથે નુતન વર્ષના આગમનને વધાવવા અને પરસ્પર શુભેચ્છા પાઠવવા તા. ૧પના સોમવારે સાંજે ૬ વાગ્યે સ્નેહમિલન યોજેલ છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષ સ્થાને અને રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીરજી ગુપ્તા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજયના મંત્રી જીતુભાઇ વાઘાણી, અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર તેમજ સાંસદશ્રીઓ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણીઓ બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ડો. પ્રદિપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, તેમજ કોર્પોરેટરશ્રીઓ, શહેર ભાજપના હોદેદારો, મોરચા સેલના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧પ૦ ફુટ રીંગ રોડ, એ.પી. પાર્ક સામે, રાજકોટ. ખાતે શહેર ભાજપ કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોનું સ્નેહમિલન યોજાશે. જેમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભેચ્છકોનું સ્નેહમિલન યોજાશે. જેમાં ઉપસિથત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તા, શુભેચ્છકોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવશે.

સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપના વિવિધ મોરચાઓની બેઠક યોજાઇ હતી અને વિવિધ જવાબદારીઓની સોંપણી કરવામાં આવી હતી. વોર્ડવાઇઝ કાર્યકર્તાઓને નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે. શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બહોળી સંખ્યામાં ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જાહેર અનુરોધ કર્યો છે.

(3:47 pm IST)