Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજકોટમાંથી ૭ વર્ષની બાળાનું અપહરણ: ગણત્રીની કલાકોમાં દિકરીને હેમખેમ શોધી કાઢતી રાજકોટ શહેર પોલીસ: બાળકીને તેનો મામો જ ઉઠાવી ગયો'તો: શહેર અને જિલ્લા પોલીસે મળી બાળકીને શોધી:અભયમ હેલ્પલાઇન પણ ઉપયોગી નીવડી

રાજકોટઃ આજે સાંજે તા.૧૩/૧૧/૨૦૨૧ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રમીક પરીવારની ૭ વર્ષની દીકરીનુ અપહરણ થઇ ગયાનું જાહેર થતા દોડધામ મચી ગઇ હતી. બનાવની ગંભિરતા ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી પ્રવીણકુમાર મિણા ઝોન-૧ તથા શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા પોલીસ એસીપી ક્રાઇમ શ્રી ડી.વી.બસીયા તથા એસીપી એસ.આર.ટંડેલએ અપહરણ થયેલ બાળકીને કોઇપણ સંજોગોમા હેમખેમ શોધી કાઢવા માટે સુચના આપી હતી. જેથી ડી.સી.બી. પોલીસ સ્ટેશનની ટિમો,  એસ.ઓ.જી. તથા આજીડેમ પો.સ્ટેશન તથા ભકિતનગર પો.સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા કાર્યવાહી કરવામા આવેલ. જેમા બનાવ વાળી જગ્યાની આજુબાજુમા રહેલ સી.સી.ટી.વી. તેમજ રાજકોટ શહેર આઇ-વે પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામા આવેલ અને આ બનાવ બનેલ તે જગ્યા રાજકોટ-ભાવનગર હાઇવે ઉપરનો બનાવ હોઇ અને જયાંથી આગળ ગ્રામ્ય વિસ્તાર ચાલુ થતો હોઇ જેથી બાળકીના ફોટા તેમજ વિગત વાળા મેસેજ આજુબાજુના ગામના આગેવાનો તેમજ સરપંચોને મોકલી આપવામા આવેલ તેમજ આજુબાજુના જીલ્લાઓમાં એલ.સી.બી. તેમજ પોલીસ સ્ટેશનમાં બાળકીના ફોટા વર્ણન સાથેના મોકલવામા આવેલ તેમજ ટેલીફોનીક પણ વાતચીત કરવામા આવેલ.

 એજ રીતે રાજકોટ ગ્રામ્ય ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારને ઉપરોકત બનાવની જાણ કરતા તેઓએ પણ પોતાના જીલ્લાની પોલીસને એલર્ટ કરેલ જે દરમ્યાન રાજકોટ ગ્રામ્ય ગોંડલ સીટી પોલીસ સ્ટેશન દ્વારા અપહરણ થયેલ વર્ણન વાળી બાળકી મળી આવેલ હોવાનો મેસેજ મળતા તાત્કાલીક ગોંડલ ખાતે પહોંચી હકીકત મેળવવામાં આવેલ.જેમાં ગોંડલ આશાપુરા ચોકડી નજીક રિક્ષાવાળા ભુપત કરશનભાઇ ભાખોત્રા રહે. આશાપુરા સોસાયટી ગોંડલ વાળાને આ દીકરીએ હાથ ઉંચો કરી રિક્ષા ઉભી રખાવેલ અને દીકરી રડતી હોઇ જેથી રિક્ષા વાળા ભુપતભાઇએ આ દિકરી ની પુછપરછ કરતા તે હીન્દીમાં બોલતી હોઇ અને તેનો મામો અહીં ઉતારીને જતો રહેલ હોઇ અને આ દિકરી ખુબ ગભરાયેલ હતી અને કાંઇ બોલી શક્તિ નહોતી. જેથી ભુપતભાઇએ ત્યાં નજીકમાં આવેલ પોતાના મીત્ર જય ભગવાન ફેબ્રીકેશનવાળા અતુલભાઇ દામજીભાઇ વાંજાને જાણ કરેલ અને ત્યાં લઇ ગયેલ અને તેઓ બંન્ને મળી પ્રથમ ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરેલ. અભયમ હેલ્પ લાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે ચાલુ કરવામાં આવેલી છે. અને ફોન કરતા તાત્કાલીક અભયમ હેલ્પ લાઇનના કર્મચારીઓ ત્યાં આવી ગયેલ અને અભયમ હેલ્પ લાઇન દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે બાળકીને સોંપેલ અને બાળકીના ફોટા તથા વિગત આજુબાજુના જીલ્લામાં મોકલવામા આવેલ હોય જે વર્ણન આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામા આવેલ કે રાજકોટ શહેર વિસ્તારમાંથી અપહરણ થયેલ દિકરી ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે મળી આવેલ છે.

 આમ પોલીસના નજીકના જીલ્લા સાથેના સારા કોમ્યુનીકેશનના કારણે તાત્કાલીક દિકરીની ભાળ મળેલી અને રાજકોટ શહેર ની ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક ગોંડલ ખાતે જઇને દીકરીને હેમખેમ પરત લઇ આવી તેના માતા-પિતાને સોંપી આપેલ તેમજ આ અંગે આજીડેમ પો.સ્ટે. દ્રારા આગળની વધુ કાર્યવાહી કરવામા આવેલ છે તેમજ આ કામે આરોપીને પકડી પાડવા માટે પ્રયત્નો ચાલુ છે

આ કામગીરી પો.ઇન્સ. વી.કે.ગઢવી ડી.સી.બી. પો.સ્ટે., પો. ઇન્સ. જે.ડી.ઝાલા ભકિતનગર પો.સ્ટે., પો.ઇન્સ. આર.વાય.રાવલ એસ.ઓ.જી., પો.ઇન્સ. એ.આર.ગોહિલ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય, પો.ઇન્સ. એમ.આર.સંગાળા ગોંડલ સીટી પો.સ્ટે., પો. સબ ઇન્સ. પી.એમ.ધાખડા, પી.બી.જેબલીયા, યુ.બી.જોગરાણા, એમ.એમ.ઝાલા, વી.જે.જાડેજા, એમ.વી.રબારી ડી.સી.બી. પો.સ્ટે., પો. સબ ઇન્સ. એમ.ડી.વાળા આજીડેમ પો.સ્ટે. પો. સબ ઇન્સ. એમ.જે.હુણ, આર.જે.કામળીયા ભકિતનગર પો.સ્ટે. રાજકોટ શહેર તથા ડી.સી.બી. પો.સ્ટે.ની તમામ ટીમ તથા આજીડેમ, ભકિતનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. તથા ગોંડલ સીટી પો.સ્ટેશનની ટીમે કરી હતી.

પોલીસના કહેવા મુજબ આરોપી બાળકીનો સગો મામો નથી. પણ નકીકમાં રહેતો હોય બાળકી તેને મામા કહીને બોલાવતી હતી. પોલીસની અથાક અને સહિયારી મહેનતથી બાળકી હેમખેમ પરત આવી ગઈ છે. આરોપીઓની શોધખોળ થઈ રહી છે.

(10:23 pm IST)