Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ગુંદાવાડીમાં એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ પતા ટીંચતા પાંચ શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડો : ફલેટ માલીક કિશન, જીજ્ઞેશ, હિતેષ, મુકેશ અને રજનીની ધરપકડ

 

રાજકોટ,તા. ૧૩ : શહેરના ગુંદાવાડીમાં આવેલા સુરસાગર એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગુંદાવાડી શેરી નં. ૨૫માં આવેલા એક એપાર્ટમેન્ટના ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વિશાલભાઇ દવે અને પુષ્પરાજસિંહ ગોહિલને બાતમી મળતા સુરસાગર એપાર્ટમેન્ટ -વીંગ ફલેટ નં. ૧૦૪માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક કિશન નિલેશભાઇ ઠકરાર (ઉવ. ૨૨), તથા લક્ષ્મીવાડી શેરી નં. /૧૦ના જીજ્ઞેશ ભરતભાઇ માંડવીયા (ઉવ.૩૧) સુરસાગર એપાર્ટમેન્ટ બી-વીંગના હીતેષ હસમુખભાઇ પાટડીયા (ઉવ. ૪૮) પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૯ના મુકેશ મનહરલાલ કલાડીયા (ઉવ.૪૨) અને કેવડાવાડી શેરીન નં. ૭ના રજની મનુભાઇ રાણપુરા (ઉવ.૪૩)ને પકડી લઇ રૂા. ૧૦,૮૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. કામગીરી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ.એમ.જેહુણ, એએસઆઇ ફીરોઝભાઇ, રણજીતસિંહ, ઉપેન્દ્રસિંહ, સલીમભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, હિતેન્દ્રસિંહ, વિશાલભાઇ તથા પુષ્પરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. (૨૨.૪૧)

(3:39 pm IST)