Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજકોટ પોલીસ બેડામાં કોરોનાનો ફૂફાડો : એ ડિવિઝનના પીએસઆઇ સહીત પાંચને ચેપ લાગ્યો

પ્રહલાદ પ્લોટ મેઈન રોડ પર થયેલ બઘડાટીમાં પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પોલીસકર્મીમાં પણ સંક્રમણ

રાજકોટ :પ્રહલાદ પ્લોટમાં ગમારા અને ભગત જૂથ વચ્ચે બઘડાટી પ્રકરણમાં તપાસ કરી રહેલ એ ડિવિઝન પોલીસે ગઈકાલે છ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તમામનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો,આરોપીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ ફરજમાં રહેલા પોલીસકર્મીઓની તબિયત લથડતા અને તેમને કોરોના લક્ષણ હોય તેવું જણાતા રિપોર્ટ કરાવ્યા હતા

દરમિયાન એક પીએસઆઇ તથા હેડ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ સહીત પાંચનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેઓ તાકીદે આઇસોલેટ થઇ ગયા છે

 

(10:13 pm IST)