Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ગ્રીનલેન્ડ ચોકડીએ કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરતાં બસ ચાલકો સામે પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૫ઃ શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડીએથી ઉપડતી ખાનગી બસોમાં બસ ચાલકો-ટ્રાવેલ્સ સંચાલકો કોરોનાની ગાઇડ લાઇન મુજબ ૭૫ ટકાની ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડતાં હોઇ  બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા અને ટીમે ચેકીંગ કરતાં પાંચ બસોમાં નિયમ ભંગ થયો હોઇ તે અંગે પાંચ ગુના નોંધ્યા હતાં.  સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ. આર. ટં૦ડેલની સુચના હેઠળ આ કાર્યવાહી થઇ હતી.

(12:12 pm IST)