Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ભગવતીપરામાં ૨૦ હજારની ઉઘરાણી મામલે રાજેશ જીલરીયા પર સાગર અને યોગેશ માવલાનો છરીથી હુમલો

રાજકોટઃ ભગવતીપરા બોરીચા સોસાયટી-૨ શ્રી યદુનંદન ચોક રામજી મંદિર પાસે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રાજેશ જગદીશભાઇ જીલરીયા (બોરીચા આહિર) (ઉ.વ.૨૯)ને ત્રિમુર્તી ચોકમાંભગવતીપરાના જ બે ભાઇઓ સાગર બાબુભાઇ માવલા (બોરીચા) અને યોગેશ બાબુભાઇ માવલાએ ઝઘડો કરી ગાળો દઇ છરીના ઘા ઝીંકી ઇજા કરતાં હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. એચ. જે. જોગડાએ ગુનો નોંધ્યો છે. રાજેશના ફઇના દિકરાએ આરોપી સાગરના કોઇ મિત્ર પાસેથી ૨૦ હજાર રૃપિયા લીધા હોઇ તેની ઉઘરાણી મામલે આ માથાકુટ થયાનું ખુલ્યું હતું.

(12:17 pm IST)