Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કુવાડવા પોલીસે દારૃના બે દરોડામાં ત્રણ શખ્સને પકડ્યાઃ કાર અને બાઇક પણ કબ્જે

રાજકોટઃ  દારૃના બે દરોડામાં કુવાડવા રોડ પોલીસે ત્રણ શખ્સોને વ્હીસ્કી, રમની બોટલો સાથે પકડી વાહનો મળી કુલ રૃા. ૨,૯૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. માલિયાસણ ભારત ગેસથી ભીચરી જવાના રસ્તા પર જીજે૦૩એલડી-૦૮૭૧ નંબરની ઇકો કારને આંતરી તલાસી લેતાં અંદરથી રૃા. ૬૦૦૦ની રમની ૧૨ બોટલ મળતાં તે તથા કાર મળી રૃા. ૨,૫૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો વિજય મોતીભાઇ ડાભી (ઉ.૩૨) અને ગિરીશ લાલજીભાઇ રાઠોડ (ઉ.૩૯) (રહે. બંને શાપર)ની ધરપકડ કરી હતી. જ્યારે બેડીના હાર્દિક ઉર્ફ હદુ જગદીશ ચોૈહાણને બાર બોટલ દારૃ સાથે પકડી બાઇક કબ્જે કર્યુ હતું. કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ એન.આર. વાણીયા, એએસઆઇ હિતુભા ઝાલા, પી.આર. મકવાણા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, રઘુવીર ગઢવી સહિતે કરી હતી.

(12:18 pm IST)