Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

બનેવીની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ સાળાની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ, તા. ૧૪ :. બનેવીની હત્યા નિપજાવનાર સાળાની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી હતી.

ગત તા. ૬-૩-૨૧ના રોજ નવાગામ પૂલ નીચે હત્યા નિપજાવેલ લાશ પોલીસને મળેલી તે લાશ મુકેશભાઈ સોલંકીની હતી અને તેની હત્યાના ગુન્હામાં પોલીસે તેના સાળા ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઈ સોલંકી તથા અન્ય આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાંથી ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીએ સેસન્સ કોર્ટમાં જામીન ઉપર છૂટવા અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપીએ તેના બનેવીની હત્યા નજીવી બોલાચાલીમાં કરી નાખેલ છે. આવા ઝનૂની વ્યકિતને જામીન આપી શકાય નહી અને તેવા લોકો સમાજમા ખતરા સમાન છે. તે આરોપી મોટર સાયકલમાં તેના બનેવીને લઈ જતો જોયા અંગેના સાક્ષીઓ પણ છે તે રજુઆતને ધ્યાને લઈ સેસન્સ જજશ્રી ડી.કે. દવે સાહેબે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા.

(3:47 pm IST)