Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મવડી હેડ કવાર્ટર પાસે દારૂના નશામાં પુરઝડપે ઓડી કાર લઇને નિકળેલા રાજ અને મિત પકડાયા

તાલુકા પોલીસે બંનેને પકડી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૧૪ :.. મવડી હેડ કવાર્ટર પાસે આવેલા પાર્ટી પ્લોટ પાસે દારૂ પી ઓડી કાર લઇને પુરઝડપે નીકળેલા બે શખ્સોને તાલુકા પોલીસે પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એન. ડી. ડામોર, એ.એસ. આઇ., આર. બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીનખાન મલેક, અમીનભાઇ, હરસુખભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ, તથા મનીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભીમનગર સર્કલ અને મવડી હેડ કવાર્ટર  પુલ પાસેથી પુરઝડપે નીકળલી જીજે-૧ કે. જી. ૪પ૯ર નંબરની ઓડી કારને રોકી કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા  શખ્સનું નામ પુછતા બંનેએ પોતાના નામ રાજ દિપકભાઇ પંડીત (ઉ.વ.રર) (રહ. શ્યામ એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૪, માધાપર ચોકડી પાસે) અને  મિત ઉમેશભાઇ દેવરીયા (ઉ.વ.૧૯) (રહે. લાભદીપ સોસાયટી શેરી નં. ૩, દોઢસો ફુટ રોડ), આપ્યા હતા બંને શખ્સો કેફી પ્રવાહી પીધેલી હતલમાં જણાતા બંનેને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(5:19 pm IST)