Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જંકશન રેલ્‍વે સ્‍ટેશનમાંથી બેભાન મળેલા અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

વાલીવારસ હોય તો રેલ્‍વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૪: જંકશન રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર ૨ ઉપરથી પરમ દિવસે અજાણ્‍યા આશરે ૭૦ વર્ષના વૃધ્‍ધ બેભાન હાલતમાં મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. આ વૃધ્‍ધનું સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે રેલ્‍વે પોલીસને જાણ કરતાં એએસઆઇ ચીમનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્‍વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(10:54 am IST)