Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રંજનબેનને અહિથી ચાલવું નહિ કહી સાગરે ઢીકાપાટુનો માર માર્યો

ગોંડલના સાજડીયાળીનો બનાવઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૪: ગોંડલના સાજડીયાળીમાં રહેતી રંજનબેન પારસ વિકાણી (દેવીપૂજક) (ઉ.૨૫) ઘરેથી ખરાબ કપડા ફેંકવા જવા માટે નીકળી ત્‍યારે રસ્‍તામાં સાગર દેવીપૂજક અને સાથેના શખ્‍સોએ તારે અહિથી ચાલીને નીકળવું નહિ તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. પારસ છુટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે મારી ઘરવાળી રંજને પરમ દિવસે જ દિકરીને જન્‍મ આપ્‍યો હોઇ ગઇકાલે તે ખરાબ કપડા ફેંકવા જવા નીકળી ત્‍યારે અગાઉના મનદુઃખને લીધે સાગરે ઝઘડો કરી મારકુટ કરી લીધી હતી.

 

(5:48 pm IST)