Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી મુદ્દે ઢાંકેચા જુથ હાઇકોર્ટમાં

સરકાર અને બેંક સામે હાઇકોર્ટની નોટીસ

રાજકોટ તા.૧૪ : જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓની ભરતીના મામલે નીતિન ઢાંકેચા, જુથે સરકારમાં રજુઆત કર્યા બાદ હાઇકોર્ટમાં ધા નાખી છે. ભરતીમાં ગેરરીતિ થયાનો ઢાંકેચા જુથે આક્ષેપ કર્યો છે. હાઇકોર્ટે સરકાર અને બેંક સામે નોટીસ કાઢી વધુ સુનાવણી ૫ જુલાઇએ રાખ્યાનું જાણવા મળે છે. વધુ વિગતો મેળવાઇ  રહી છ.ે

(5:25 pm IST)