Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પીડીયુ મેડિકલ કોલેજમાં વર્લ્‍ડ બ્‍લડ ડોનર્સ ડેની ઉજવણીઃ ૧૦૧ બોટલ રક્‍ત એકઠુ થયું

ઇન્‍ચાર્જ ડીન ડો. અનિલસિંઘ અને તબિબી અધિક્ષક ડો. રાધેશ્‍યામ ત્રિવેદી તથા પેથોલોજી હેડ ડો. ગોૈરવી ધ્રુવા અને આઇએમએના પ્રેસિડેન્‍ટ સહિતની ટીમે તબિબી છાત્રોનો ઉત્‍સાહ વધાર્યો

રાજકોટઃ આજે વર્લ્‍ડ બ્‍લડ ડોનર્સ ડેની ઉજવણી નિમીતે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ગ્રાઉન્‍ડ ફલોર ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મેડિકલ કોલેજના પ્રોફેસર્સ, તબિબો, તબિબી છાત્રો અને બીજા સ્‍ટાફગણે સિવિલ હોસ્‍પિટલના દર્દીઓના લાભાર્થ રક્‍તદાન કર્યુ હતું. આઇએમએ રાજકોટના સહયોગથી યોજાયેલા આ રક્‍તદાન કેમ્‍પનું દિપ પ્રગટાવી ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતુ. દાતાઓએ ૧૦૧ બોટલ રક્‍તનું દાન કર્યુ હતું. જેમાં કેમ્‍પના મુખ્‍ય આયોજક એમબીબીએસના સેકન્‍ડ યરના તબિબી છાત્રોએ પણ રક્‍તદાન કર્યુ હતું. આ પ્રસંગે મડિકલ કોલેજનાઇન્‍ચાર્જ ડીન ડો. અનિલસિંઘ, તબિબી અધિક્ષક ડો. રાધેશ્‍યામ ત્રિવેદી, પેથોલોજી હેડ ડો. ગોૈરવી ધ્રુવા, આઇએમએના પ્રેસિડેન્‍ટ ડો. સંજય ભટ્ટ, સેક્રેટરી તુષાર પટેલ, ગુજરાત આઇએમએના વાઇસ પ્રેસિડેન્‍ટ ડો. અમિત અગ્રાવત સહિતના હાજર રહ્યા હતાં. કેમ્‍પનું સફળ આયોજન જેડીએ રાજકોટના પૂર્વ પ્રેસિડેન્‍ટ ડો. રવિ કોઠારી, સેકન્‍ડ યર એમબીબીએસના છાત્રો મિતુલ, અગત્‍સ્‍ય, પરિતા, ફેનલ, નિકુંજ, દિવ્‍યાંગ, આદિત્‍ય, શ્રેય, શનીરાજ, હર્ષ, રૂત્‍વી, પાર્થ, નિનાદ, ક્રિના, પલ અને દેવાંશી સહિતે કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:04 pm IST)