Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટમાં ભારે વરસાદથી ગઇકાલે અનેક સ્થળે અંધારપટ છવાયો : ૨૦ ફીડરોમાં ટ્રીપીંગ : ૨૦૦થી વધુ ફરિયાદો

સૌરાષ્ટ્ર - કચ્છમાં પણ અનેક સ્થળે ફરિયાદોનો ધોધ : ૪૦૦થી વધુ ફરિયાદો :જો કે ટીમો સતત દોડતી રહી : મોડીરાત સુધી અનેક વિસ્તારમાં અંધારા છવાયા

રાજકોટ તા. ૧૪ : રાજકોટમાં ગઇકાલે આવેલ ભારે વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાવર ટ્રીપિંગ થયું હતું. પીજીવીસીએલની ટેકનિકલ ટીમ વીજ પુરવઠો પૂર્વરત કરવા સતત દોડતી રહી હતી. ગઇકાલે રાજકોટમાં ણ્વ્-૧ હેઠળનાં શ્રી હરિ, સહકાર, રામદૂત અને સપના ફીડર હેઠળ વીજ પુરવઠો ખોરવાયેલ, જયારે ણ્વ્-૨ સબ ડિવિઝન હેઠળ ઓડિટોરિયમ, આવાસ યોજના, સોસાયટી (ઉદ્યોગનગર વિસ્તાર) ટેક્ષ, હોસ્પિટલ ફીડર હેઠળનાં વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલ, જયારે ણ્વ્-૩ હેઠળ સ્વાતિ પાર્ક, પુનિતનગર, આરએમસી (માધાપર), એટલાસ (વાવડી), કણકોટ, અયોધ્યા ચોક, પ્રભાત સોલવન્ટ, ભરત સ્ટીલ અને સુપર (વાવડી ઇન્ડ. એરિયા), પ્રશાંત, ફીડર (નાના મવા), ન્યારી ફીડર હેઠળનાં વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયેલ. જેને ટેકનિકલ ટીમો દ્વારા રિસ્ટોર કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર કચ્છમાંથી કુલ ૪૦૫ વીજ વિક્ષેપની ફરિયાદો આવેલ. જેમાંથી ૩૬૮ ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવામાં આવેલ.

રાજકોટ શહેર માં કુલ ૨૦૩ ફરિયાદો રજીસ્ટર થયેલ જેમાંથી ૧૮૦ ફરિયાદો કલોઝ કરી આપવામાં આવેલ. બાકી રહેતી આજ બપોર સુધીમાં બધી જ ફરિયાદો કલોઝ થઈ જશે. તેમ વીજખાતાના અધિકારીઓ ઉમેરી રહ્યા છે.

ગઇકાલ બપોરથી જ આખા રાજકોટમાં અનેક ઠેકાણે વીજ પુરવઠો ખોરવાયો હતો, ભારે ધાંધીયા સર્જાયા હતા. મોડી રાત સુધી અમુક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો, કુલ ૨૦ ફીડરમાં ટ્રીપીંગ આવતુ હતું. સૌરાષ્ટ્ર - કચ્છમાં પણ અનેક સ્થળે વીજ ફોલ્ટની ફરિયાદો આવી હતી.

(4:20 pm IST)