Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભાજપ કાર્યાલયે સોશિયલ મીડિયા વિભાગની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડીયાના ઇન્‍ચાર્જ સિદ્ધાર્થ ભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગર ખાતે પ્રદેશ ભાજપ સોશિયલ મીડીયા સહ ઇન્‍ચાર્જ મનનભાઇ દાણીની અધ્‍યક્ષતામાં અને સૌરાષ્‍ટ્ર ઝોન સોશ્‍યલ મીડીયાના ઇન્‍ચાર્જ જીતુભાઇ પાઘડાળ તથા સહ ઇન્‍ચાર્જ અનિલભાઇ જેઠલોજા અને સોશ્‍યિલ મીડીયા પ્રદેશ કારોબારી સભ્‍ય પારસભાઇ સોનીની ઉપસ્‍થિતીમાં સોશિયલ મીડીયા વિભાગની બેઠક યોજાઇ આ તકે સોશિયલ મીડીયાની ટીમને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ઉપપ્રમુખ વિરેન્‍દ્રસિંહ ઝાલા સહીતના અગ્રણીઓએ શુભેચ્‍છા પાઠવી હતી. આ બેઠકમાં મનનભાઇ દાણી દ્વારા સોશિયલ મીડીયાની ઉપયોગીતા અને અગત્‍યતા વિષે ખુબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્‍યું તથા બેઠકમાં એન.એફ.સી. કાર્ડના ઉપયોગીતા વિશે માહિતી તેમજ કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યુ઼ હતું. આ બેઠકમાં સ્‍વાગત પ્રવચન શહેર ભાજપના સોશ્‍યિલ મીડીયાના ઇન્‍ચાર્જ હાર્દિકભાઇ બોરડે કર્યુ હતું. તેમજ સંચાલન શહેર ભાજપ સોશ્‍યિલ મીડીયાના સહ ઇન્‍ચાર્જ શૈલેષભાઇ હાપાલિયાએ અને અભારવિધિ જય સોનાગ્રાએ કરી હતી.

(4:25 pm IST)